ઊંઝા : મહેસાણા સાંસદની રજૂઆત રંગ લાવી : મુખ્યમંત્રી રાહત ફંડમાંથી મહિલા દર્દીની કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે રૂ . ૨.૫૦ લાખની સહાય
ઊંઝાનાં દર્દીની કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે રાહતફંડમાંથી 2.50 લાખઅપાશે.
મહેસાણાના લોકસભા સાંસદે CM ને ભલામણ પત્ર લખી કરી હતી રજૂઆત
મોર્નિંગ ન્યુઝ ફોકસ, મહેસાણા : મહેસાણા લોક્સભા મતક્ષેત્રના ઊંઝામાં આવેલા નવુ કૃષ્ણપરૂમાં રહેતા અને આર્થિક રીતે અસક્ષમ મહિલા દર્દીની કિડની ટ્રાન્સપ્લન્ટના ખર્ચને પહોંચી વળવા સંવેદનશીલ સાંસદ શારદાબેન પટેલે મુખ્યમંત્રીને રાહત ફંડમાંથી સહાય આપવા ભલામણ કરી હતી . ઉપરોક્ત રજૂઆતના પગલે મહિલા દર્દી માટે રૂ . ૨.૫૦ લાખની સહાય મંજૂર કરવામાં આવતા મહિલા દર્દીના પરિવારમાં રાહતની લાગણી જોવા મળી છે .
ઊંઝાના નવુ કૃષ્ણપરૂમાં રહેતા રીટાબેન અનીલકુમાર પટેલ ઘણા સમયથી કિડની સંબંધી રોગથી પિડાતા હતા . તેમની સારવાર ગુજરાતના નડિયાદ ખાતે આવેલી મુળજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલમાં ચાલતી હતી . તેઓની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવા તબીબોએ સૂચન કર્યું હતું . પરંતુ , આર્થિક રીતે નબળા પરિવારે આ અંગે સાંસદ શારદાબેન પટેલ પાસે મદદ માગી હતી . આ અંગે મહેસાણા સાંસદ પટેલે મહિલા દર્દીની કિડની લોકસભાના શારદાબેન ટ્રાન્સપ્લાન્ટ કરવા પાછળ થનાર ખર્ચ પેટે આર્થિક સહાય આપવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખ્યો હતો . આ ભલામણને માન્ય રાખી મુખ્યમંત્રી રાહત ફંડમાંથી મહિલા દર્દીની કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે રૂ . ૨.૫૦ લાખની સહાય મંજુર કરવામાં આવી છે .