ઊંઝા : સક્રિય MLA ડો.આશાબેન પટેલના નિધન બાદ લેવાયો મોટો નિર્ણય : અધૂરા વિકાસ કાર્યો ને કોણ આગળ ધપાવશે?
મોર્નિંગ ન્યુઝ ફોકસ,ઊંઝા : ઊંઝાના સૌથી સક્રિય અને શ્રેષ્ઠ ધારાસભ્ય એવોર્ડ વિજેતા ડો. આશાબેન પટેલ નું નિધન થતા સમગ્ર ઊંઝા મતવિસ્તાર ઘેરા શોકની લાગણીમાં ડૂબેલો છે. તેમજ કાર્યકર્તાઓમાં ભારે નિરાશા જોવા મળી રહી છે તેવા સંજોગોમાં કાર્યકરોમાં એક નવો જોમ અને ઉત્સાહ નો સંચાર થાય અને આ વિસ્તારના લોકોના લોક પ્રશ્નો અને વિકાસ કાર્યો ન અટકે તે માટે ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશભાઈ પટેલ હવે ધારાસભ્ય કાર્યાલયમાં દર સોમવારે લોક પ્રશ્નો ને સાંભળશે.
મળતી માહિતી મુજબ ઊંઝાના ધારાસભ્ય ડો.આશાબેન પટેલનું નિધન થતાં જ આ વિસ્તારના મતદારો માં પણ ભારે નિરાશા જોવા મળી રહી છે ત્યારે આશાબેન પટેલના નિધન બાદ હવે તેમના ધારાસભ્ય કાર્યાલય પર લોકોને કોણ સાંભળશે તેને લઈને અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા હતા ? ત્યારે જાણવા મળતી વિગતો મુજબ આજે સોમવારથી ધારાસભ્ય કાર્યાલય પર ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશભાઈ પટેલ લોકોની સમસ્યાઓને સાંભળશે અને ડોક્ટર આશાબેન પટેલ ના અધૂરા વિકાસ કાર્યોને આગળ ધપાવવા માટે જહેમત ઉઠાવશે. જોકે આ નિર્ણયથી આ વિસ્તારના લોકોમાં ખુશાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં કાર્યકરોમાં પણ એક નવી આશાનો સંચાર થતો જોવા મળ્યો છે.