ઊંઝા : ચાઈનીઝ દોરીનું વેચાણ કરનાર સામે ફોજદારી કાર્યવાહી કરો : ભાવેશ પટેલ, નગર સેવક

ઊંઝા : ચાઈનીઝ દોરીનું વેચાણ કરનાર સામે ફોજદારી કાર્યવાહી કરો : ભાવેશ પટેલ, નગર સેવક

મોર્નિંગ ન્યુઝ ફોકસ ઊંઝા : આગામી મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે દોરી પતંગ વેચાણ માટે ઊંઝાના જીમખાના મેદાનમાં ફાળવાતી દુકાનના દુકાનધારકો તેમજ અન્ય લોકોને ચાઇનિઝ પ્લાસ્ટિક દોરીના વેચાણ પર પ્રતિબંધ હોવા અંગે સ્પષ્ટ નિર્દેશ આપવા તેમજ ચાઇનિઝ પ્લાસ્ટિક દોરીનું વેચાણ કરનાર સામે ફોજદારી કાર્યવાહી કરવા ઊંઝા નગરપાલિકાના કોર્પોરેટર ભાવેશ પટેલે ચીફ ઓફિસર રવિકાન્ત પટેલને લેખિત રજૂઆત કરી છે .

લેખિત રજૂઆતમાં જણાવાયું છે કે , મકરસંક્રાંતિ પર્વને એક માસ કરતાં પણ ઓછો સમય રહ્યો છે . પતંગ સાથે વપરાતી દોરીના કારણે અનેક લોકો ગંભીર પ્રકારના અકસ્માતો થતા હોય છે . તેમાં કેટલાક નિર્દોષ લોકો જીવ ગુમાવે છે . જેની તકેદારીના ભાગરૂપે ઊંઝા નગરપાલિકા દ્વારા ૧૪ જાન્યુઆરી ૨૦૨૩ ને મકરસંક્રાંતિ પર્વ દિન સુધી જાહેર માર્ગો પર પતંગ દોરી પકડવા, દોડતા ઇસમોને અટકાવવા તેમજ પ્રતિબંધિત ચાઇના પ્લાસ્ટિક દોરીના વેચાણ પર પ્રતિબંધ હોવાથી અંગે સ્પષ્ટ જરૂરી નિર્દેશ આપવા નગરમાં લાઉડ સ્પીકર દ્વારા જાહેરાત કરવામાં આવે.

જેને લઇ જનજાગૃતિ થાય તેમ છતાં પણ વ્યક્તિ પાસેથી પ્રતિબંધિત જીવલેણ ચાઇના પ્લાસ્ટિક દોરી મળી આવે તો જે તે વ્યક્તિ સામે ફોજદારી સખત કાર્યવાહી હાથ ધરવા એક વર્ગ ત્રણના કર્મચારી સાથે અન્ય પાંચ કર્મચારીઓની ટીમ બનાવી નગરની જનતમાં નિર્ણય હાથ ધરવા રજૂઆત કરાઈ છે . ઉલ્લેખનીય છે કે , ચાઈના દોરી ઉપર પ્રતિબંધ હોવા છતાં ઉત્તરાયણ પર્વે છુપી રીતે બજારોમાં ચાઈનિઝ દોરી વેચાઈ રહી છે .