MLA ડો.આશાબેનનું જગન્નાથપુરાને પેટા આરોગ્યકેન્દ્ર ફાળવી આપવાનું સ્વપ્ન આરોગ્ય મંત્રીએ પૂર્ણ કર્યું : ગામ લોકોએ શુ કહ્યું? જુઓ વીડિયો

MLA ડો.આશાબેનનું જગન્નાથપુરાને પેટા આરોગ્યકેન્દ્ર ફાળવી આપવાનું સ્વપ્ન આરોગ્ય મંત્રીએ પૂર્ણ કર્યું :  ગામ લોકોએ શુ કહ્યું? જુઓ વીડિયો
તસવીરમાં આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ ભાષણ આપતા દ્રશ્યમાન થાય છે તેમની પાછળ ઊંઝા ના ધારાસભ્ય સ્વ. ડો. આશાબેન પટેલ દ્રશ્યમાન થાય છે

મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) : ઊંઝા તાલુકાના જગન્નાથપુરા ગામે છેલ્લા કેટલાક સમયથી પેટા આરોગ્ય કેન્દ્રની માંગણી કરવામાં આવી હતી. જેને લઇને ઊંઝા વિસ્તારના સક્રિય ધારાસભ્ય સ્વ.ડો. આશાબેન પટેલે પણ જે તે સમયે આરોગ્ય મંત્રીને ભલામણ કરી હતી.ત્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ દ્વારા જગનાથપુરા ગામને પેટા આરોગ્ય કેન્દ્ર ફાળવવામાં આવતા ગામ લોકોમાં ખૂબ જ આનંદની લાગણી વ્યાપી ગઈ છે.

વિડીયો જોવા નીચેની લીંક પર ક્લિક કરો.

https://fb.watch/glU7RGJEoA/

https://www.facebook.com/1659802264233919/posts/pfbid032LgbmqCjaXP84QUvX778YTECEHmmAKfNxJutW9GwsKGwDaVedS4S6JkWERCbhzSTl/

ઊંઝા તાલુકાના જગન્નાથપુરા ગામે એક વર્ષ અગાઉ રામજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ યોજાયો હતો. તે સમયે ઊંઝાના ધારાસભ્ય ડો. આશાબેન પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે ગામ લોકો દ્વારા જાહેર કાર્યક્રમ દરમિયાન પેટા આરોગ્ય કેન્દ્રની માગણી કરવામાં આવી હતી. ત્યારબાદ આ વિસ્તારના ધારાસભ્ય ડો. આશાબેન પટેલ દ્વારા પણ આરોગ્ય મંત્રીને ભલામણ કરવામાં આવી હતી. ધારાસભ્ય સ્વ.ડો.આશાબેન ની ભલામણ ને ધ્યાને લઇ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા જગન્નાથપુરા ગામને આરોગ્ય કેન્દ્ર ફાળવી આપવામાં આવ્યું છે અને આ રીતે આરોગ્ય મંત્રીએ ડો. આશાબેન પટેલ નું સ્વપ્ન પૂર્ણ કર્યું છે. જેને લઈને ગામ લોકોએ પણ સ્વ. ડોક્ટર આશાબેન પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ નો આભાર વ્યક્ત કર્યો છે.