દિલ્હીમાં કેજરીવાલે દિવાળીના તહેવાર પર આ મુદ્દે રોક લગાવી : પાટીલે કહ્યું, "AAP ઉત્સવ અને ધર્મ વિરોધી પાર્ટી"
ફટાકડા મુદ્દે શરૂ થઈ રાજનીતિ
દિલ્હીમાં ફટાકડા પર રોક મુદ્દે પાટીલના પ્રહાર
ધર્મ વિરોધી, ઉત્સવ વિરોધીને ઓળખી લેજો: પાટીલ
દિલ્હીમાં કેજરીવાલ સરકારે જાન્યુઆરી 2023 સુધી ફટાકડાના વેચાણ અને ફોડવા પર લગાવી છે રોક
મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) : ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓના પડઘમ ભાગી રહ્યા છે ત્યારે ગુજરાતમાં આ વખતે ભાજપ કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી એ પણ ઝંપલાવ્યું છે. એટલું જ નહીં પરંતુ આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં સરકાર બનાવવા માટેનો દાવો કરવામાં આવી રહ્યો છે, ત્યારે સરકાર કોની બનશે એ તો મતદાતાઓ જ નક્કી કરી શકે છે.
જોકે ગુજરાતમાં હજુ સુધી ચૂંટણીનું જાહેરનામું બહાર પડ્યું નથી ત્યાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા વિવિધ મુદ્દાઓની રાજનીતિ શરૂ કરી દેવામાં આવી છે .જેમાં આમ આદમી પાર્ટી આ વખતે ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં અનેક વિવાદોમાં ઘેરાઈ રહી છે. તાજેતરમાં આમ આદમી પાર્ટીના ગુજરાત અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાના જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. આ વિડીયોથી ગુજરાતના લોકોની ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચી હતી .જેને લઇ ક્યાંકને ક્યાંક કેજરીવાલ સરકાર ગુજરાત વિરોધી હોવાનું પણ ચિત્ર ઊભું થયું છે.
બીજી બાજુ તાજેતરમાં અરવિંદ કેજરીવાલ જ્યારે ઊંઝામાં સભા સંબોધવા માટે ગયા હતા ત્યારે તેમણે પાટીદારોની કુળદેવી ઉમિયા માતાના મંદિરે દર્શન કરવાનું ટાળ્યું હતું જેને લઇને પણ અનેક તર્ક શરૂ થયા હતા.ત્યારે હવે ગુજરાત ના રાજકારણમાં ફટાકડા મુદ્દે પણ એક નવી રાજનીતિ શરૂ થઈ છે.જેમાં દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ દ્વારા જાન્યુઆરી 2023 સુધી ફટાકડાના વેચાણ અને ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે .જેને લઇને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલે આમ આદમી પાર્ટીને ઉત્સવ અને ધર્મ વિરોધી પાર્ટી ગણાવી હતી.