રાજકોટ : ભાજપના નેતાએ વિડીયો કોલ રિસીવ કરતાં જ યુવતી નગ્ન થવા લાગી અને......જાણો- પછી શું થયું ?
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : છેલ્લા કેટલાય સમયથી સોશિયલ મિડીયા થકી ગુનાખોરીના પ્રયાસો દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે રાજકોટમાં ખોટી રીતે થતા બ્લેકમેલિંગનો ચેતવણી રૂપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં રાજકોટ જિલ્લાના ખોખડદળ ગામમાં રહેતાં રાજકોટ તાલુકા ભાજપના પ્રમુખ બાબુભાઇ નશીતને સોશિયલ મિડીયામાંથી સતત વિડીયો કોલ અજાણ્યા નંબરથી આવતાં તેમણે એક કોલ રિસીવ કરતાં કોલ કરનાર યુવતિએ પોતાના કપડા ઉતારવાનું ચાલુ કરી દીધું હતું.
એ પછી આં વિડીયો કોલ કરનારે ફરીથી ફોન કરી તમે ખોટુ કર્યુ છે, કેસ થશે, તમે મને જોતાં હો એવો વિડીયો રેકોર્ડ થઇ ગયો છે, તેને અલગ-અલગ ગ્રુપમાં મુકી દઇશ...તેમ કહી ડરાવી ધમકાવી પૈસા માંગી બ્લેકમેઇલ કરવાનો પ્રયાસ કરતાં આ મામલે બાબુભાઇ નશીતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરી છે.
બાબુલાલ નશીતે ફરિયાદમાં જણાવ્યું છે કે હું મારા નામથી ફેસબૂક એકાઉન્ટ ધરાવુ છું. જેમાં આજે સવારે મનિષા શર્મા નામના એકાઉન્ટમાંથી વારંવાર વિડીયો કોલ આવવાનું શરૂ થયું હતું. અમે તેને ઓળખતા ન હોઇએ જેથી વિડીયો કોલ રિસીવ કરવાનું ટાળ્યું હતું. એ પછી પણ સતત કોલ આવતાં એક કોલ રિસીવ કરતાં જ બિભત્સ વર્તન ચાલુ થઇ ગયું હતું. જેથી મેં કોલ કટ કરી નાંખ્યો હતો.
એ પછી તેણે મેં વિડીયો કોલ રિસીવ કર્યો હોઇ તેનું રેકોર્ડિંગ એડિટ કરી મેં ખોટુ કર્યુ છે, બદનામ કરી દેશે તેમ કહી પૈસાની માંગણી કરી હતી. હકિકતે મેં વિડીયો કોલ નહોતો કર્યો, પણ મને સતત કોલ આવતાં એક કોલ રિસીવ કરતાં મને ફસાવીને પૈસા પડાવવાનો પ્રયાસ થયો હતો.આ મામલે મેં સાયબર ક્રાઇમમાં લેખિત ફરિયાદ આપી છે.સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આવી અનેક અરજીઓ આવી છે.