ઊંઝા કોંગ્રેસમાં ભડકો ! સામૂહિક ના'રાજીનામા ની ચીમકી, જાણો શુ છે સમગ્ર મામલો

ઊંઝા કોંગ્રેસમાં ભડકો ! સામૂહિક ના'રાજીનામા ની ચીમકી, જાણો શુ છે સમગ્ર મામલો

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના ) : ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ગુજરાતના રાજકારણમાં તોડજોડની નીતિ ખૂબ જ વેગવંતી બની છે. હાલમાં ગુજરાતમાં ભાજપ કોંગ્રેસ ઉપરાંત ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટીની એન્ટ્રી થતા ગુજરાતનું વિધાનસભાની ચૂંટણીઓ આગામી સમયમાં વધારે રસપ્રદ બને તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે. ત્યારે ત્રણેયની લડાઈમાં કોંગ્રેસની સ્થિતિ ખૂબ જ નબળી બનતી જાય છે. તાજેતરમાં મહેસાણાના ઊંઝામાંથી કોંગ્રેસ માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. જેમાં કોંગ્રેસને મોટો ફટકો પડવાની દહેશત સેવવામાં આવી રહી છે.

ઊંઝા કોંગ્રેસના અગ્રણી નેતા ના જણાવ્યા પ્રમાણે તાજેતરમાં ઊંઝા કોંગ્રેસમાંથી અનેક દિગજજો રાજીનામું આપે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. ત્યારે મોર્નિંગ ન્યુઝ ફોકસ દ્વારા ઊંઝા કોંગ્રેસના અગ્રણી નેતા નો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે તાજેતરમાં સંગઠનમાં થયેલ પદાધિકારીઓની નિમણૂકને લઈને કાર્યકરોમાં તેમજ પૂર્વ હોદ્દેદારોમાં ખૂબ જ નારાજગી જોવામાં આવી રહી છે. જેને લઈને આગામી સમય 13 તારીખે મળનારી મિટિંગમાં સામૂહિક કોંગ્રેસ માંથી રાજીનામાં આપવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ત્યારે ઊંઝા કોંગ્રેસના બીજા એક અગ્રણી નેતાએ જણાવ્યું હતું કે કોંગ્રેસમાં કેટલાક કાર્યકરોમાં નારાજગી છે જેની જાણ મોવડી મંડળને કરવામાં આવી હોવા છતાં પણ કોઈ ચોક્કસ નક્કર કાર્યવાહી ન થઈ હોવાને કારણે આગામી 13 તારીખે કેટલાક કાર્યકરો રાજીનામાં આપવા જઈ રહ્યા છે એવી વાતો જાણવા મળી છે. ત્યારે જોવું એ રહ્યું કે આગામી 13 તારીખે મળનારી આ બેઠકમાં સામૂહિક રાજીનામાં પડશે કે પછી આ કાર્યકરોના આસંતોષને ખાળવવામાં કોંગ્રેસ સફળ થશે ?

કોણ - કોણ આપી શકે છે ના'રાજીનામા ?

ઊંઝા તાલુકાના કોંગ્રેસના સિનિયર આગેવાનો રાજીનામું  અને નિવૃત્તિ લઇ શકે છે.

50 કરતાં વધુ કોંગ્રેસના આગેવાનો રાજીનામું  અને નિવૃત્તિ  લઈ શકે છે 

કોંગ્રેસથી નારાજ આગેવાનો આપી શકે છે રાજીનામું.

ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન નાં સ્વાગત કમિટીના ચેરમેન, ઊંઝા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન દશરથભાઈ પટેલ છોડી શકે છે કોંગ્રેસ.

મહેસાણા જિલ્લા કોંગ્રેસ ના ઉપપ્રમુખ પણ કોંગ્રેસ છોડી શકે છે કોંગ્રેસ.

 ઊંઝા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પણ છોડી શકે છે કોંગ્રેસ 

ઊંઝા શહેર અને ઊંઝા તાલુકાના પૂર્વ કોર્પોરેટર અને ઊંઝા તાલુકા પંચાયતના પૂર્વ ડેલીગેટ  છોડી શકે છે કોંગ્રેસ.

50 કરતાં વધુ કોંગ્રેસના આગેવાનો સાથે મોટી સંખ્યામાં કાર્યકરો છોડી શકે છે કોંગ્રેસ

સુત્રોને આધારે મળેલી માહિતી મુજબ આગામી 13 તારીખે ખાનગી બેઠક બોલાવી લેવામાં આવશે નિર્ણય.