Exclusive : વાયરલ વીડિયોમાં ઊંઝા APMCમાં કોથળાનું 'મોરું' સિવતી દેખાઈ રહેલ વિદેશી મહિલા કોણ છે ? જાણો હકીકત
મોર્નિંગ ન્યુઝ ફોકસ, ઊંઝા : સમગ્ર એશિયા માં સૌથી ખ્યાત નામ ધરાવતું એપીએમસી ઊંઝા માર્કેટયાર્ડ માત્ર એશિયામાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ખૂબ જ પ્રસિદ્ધ બની રહ્યું છે એપીએમસીના ચેરમેન દિનેશભાઈ પટેલના નેતૃત્વમાં ઊંઝા માર્કેટયાર્ડ એ અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે ત્યારે આજ રોજ જર્મનીના વેપારીઓએ ઊંઝા એ.પી.એમ.સી. ખાતે મુલાકાત લઈ વિદેશમાં મસાલા પાકોના નિકાસ કરવા માટે માહિતી મેળવી.
જર્મની ટીમ ની મહિલા કે જેણે એપીએમસી ઊંઝાની મુલાકાત લીધી હતી તેમણે ઊંઝા માર્કેટયાર્ડમાં વિવિધ પાકો વિશે માહિતી મેળવી હતી એટલું જ નહીં પરંતુ ઊંઝા માર્કેટયાર્ડમાં વિવિધ પાક ભરવા માટેના કોથળા સિવ્યા હતા જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં જોર શોર થી ટ્રેન્ડ થઈ રહ્યો છે.
વીડિયોમાં જર્મની મહિલા એપીએમસીમાં કેવી રીતે કામ થાય છે તેમાં રસ દાખવી રહી છે અને પોતે જ કોથળાને સાંધીને બતાવે છે. મજૂરોની વ્ચચે સોય-દોરાથી વિદેશી મહિલાને કોથળા સીવતી જોતા લોકો કુતુહલ ભરી નજરે જોઇ રહ્યા છે. ભલે એ વિદેશી રહી પરંતુ છે તો મહિલા જ ને. ઊંઝા એપીએમસીમાં વિદેશી મહિલાને આ રીતે કામ કરતી જોઇને લોકો ભેગા થઇ જાય છે. લોકો જોતા જ રહી જાય છે કે વિદેશી થઇને પણ મહિલા કેટલુ સારી રીતે કોથળો સીવી રહી છે. વિદેશી મહિલા સાથે તેનો અન્ય એક સાથી પણ છે જે તેના આ કામને મોબાઇલમાં કંડારતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો વાયરલ થતા મોટી સંખ્યામાં લોકો કમેન્ટ કરી રહ્યા છે.
ઊંઝા એપીના એપીએમસીના ચેરમેન દિનેશભાઈ પટેલના જણાવ્યા મુજબ વીડિયોમાં કોથળા સિવતી આ મહિલા ઊંઝામાં વેપારીઓ પાસેથી મસાલાઓ ની આયાત કરે છે અને વિદેશમાં તેનો વ્યાપાર ચલાવે છે. દિનેશભાઈ એ જણાવ્યું હતું કે આ બંને મહિલાઓ પૈકી એક વેપારી મહિલાનું નામ હતું ડોક્ટર કેથ્રીન અને બીજા મહિલાનું નામ હતું ફ્રેંજીસ્કા હતું.