ઊંઝા ન.પા.માં પ્રમુખ પદ માટે બે જ પ્રબળ દાવેદાર ? સી. આર.પાટીલની ઓફિસ સુધી કોણે શરૂ કર્યું લોબિંગ ?

ઊંઝા ન.પા.માં પ્રમુખ પદ માટે બે જ પ્રબળ દાવેદાર ? સી. આર.પાટીલની ઓફિસ સુધી કોણે શરૂ કર્યું લોબિંગ ?

ભાજપ જિલ્લા પ્રમુખ અને ધારાસભ્ય ની બેવડી નીતિ

મોડી રાત સુધી શા માટે કરવામાં આવી રહી છે મીટીંગો.

તાજેતરમાં ટાઉનહોલના લોકાર્પણ કાર્યક્રમમાં થયું હતું તકતીકાંડ

નગરપાલિકાના કેટલાક નગરસેવકો નારાજ હોવાનું માનવામાં આવી રહ્યું છે

શું નગરપાલિકામાં ભાજપ આગામી અઢી વર્ષમાં સત્તા ટકાવી રાખવામાં રહેશે સફળ ? અટકળો તેજ

દીક્ષિત પટેલ ભાજપના સૌથી જુના કાર્યકર. નિર્વિવાદીત ચહેરો તેમજ નગરના વિકાસ માટેનું સ્પષ્ટ વિઝન ધરાવતા વ્યક્તિ

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના ) : ઊંઝા નગરપાલિકામાં આગામી અઢી વર્ષ માટે પ્રમુખ કોણ બનશે તેને લઈને શહેરમાં તરેહ તરેહ એની ચર્ચાઓ ચાલી રહી છે. જોકે તાજેતરમાં મહેસાણા કમલમ ખાતે લેવાયેલા ભાજપની સેન્સ પ્રક્રિયામાં ચાર ઉમેદવારોને પ્રબળ દાવેદાર માનવામાં આવે છે.જેમાં અલ્પેશ પટેલ,રાજેશ પટેલ, મામુ પટેલ અનેેેે દીક્ષિત પટેલ નો સમાવેશ થાય છે.

જોકે અલ્પેશ પટેલ અને રાજેશ પટેલ ચાલુ ટર્મ માં નગરપાલિકામાં હોદ્દાઓ પર છે. જેમાં અલ્પેશ પટેલ ઉપપ્રમુખ અને રાજુ પટેલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નો હોદ્દો ધરાવે છે. જોકે પ્રથમ અઢી વર્ષ માટે નગરપાલિકામાં નગરપાલિકા પ્રમુખ રીન્કુબેન પટેલના નેતૃત્વ વાળી બોડી સતત વિવાદોમાં રહી છે અને નગરજનોમાં પણ આ બોડી પ્રત્યે ભારે આક્રોશ છે. ત્યારે આ બોડીમાં હોદ્દાઓ ભોગવી રહેલ અલ્પેશ પટેલ અને રાજેશ પટેલને આગામી અઢી વર્ષ માટે નગરપાલિકાના પ્રમુખ નો તાજ આપવામાં આવે તેવી કોઈપણ શક્યતાઓ દેખાતી નથી. જેથી હવે નગરપાલિકા પ્રમુખ માટે માત્ર અને માત્ર બે જ ઉમેદવારો પ્રબળ દાવેદાર રહ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે.

તો બીજી બાજુ સમય અગાઉ વો વોર્ડ નંબર 2 માં યોજાયેલ પેટા ચૂંટણીમાં ભાજપ એ એક એવા ઉમેદવારને ટિકિટ આપી હતી જેને ભાજપ સાથે કોઈ ખાસ લેવાદેવા હતી નહીં પરંતુ કાર્યકરોના બળે આ ઉમેદવાર ચૂંટણી તો જીતી ગયા ત્યારે હવે આ જીતેલા ઉમેદવાર  પણ અંદરખાને નગરપાલિકાના પ્રમુખ પદની દાવેદારીની રેસ કરી રહ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે.

જોકે નગરપાલિકાના પ્રમુખ બનવા માટે કેટલાક સત્તા લાલચુએ તો સુરત સી આર પાટીલની ઓફિસ સુધીના આંટાફેરા શરૂ કર્યા હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. તો બીજી બાજુ ધારાસભ્ય કાર્યાલય પર રાત્રે મોડે સુધી મીટીંગોના દૂર ચાલતા હોવાનું પણ નગરજનોમાં ચર્ચાઈ રહ્યું છે. ત્યારે ક્યાંક ને ક્યાંક ઊંઝા નગરપાલિકામાં આગામી અઢી વર્ષ માટે પ્રમુખ પદ ને લઈને ભારે રસાકસી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ત્યારે આગામી સમય બતાવશે કે પ્રમુખ પદોનો તાજ કોના શીરે જશે !