ગુજરાતના 5 સહિત કુલ 75 શિક્ષકોને રાષ્ટ્પતિ ના હસ્તે મળશે એવોર્ડ : સુરતના શિક્ષકની પણ થઈ પસંદગી
શિક્ષક દિવસ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 75 શિક્ષકોને આપશે રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર
MNF News Network : દર વર્ષે શિક્ષણ મંત્રાલય 5મી સપ્ટેમ્બરે શિક્ષકોના સન્માન માટે એક કાર્યક્રમનું આયોજન કરે છે. આ વર્ષે ઉચ્ચ શિક્ષણ વિભાગ અને કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલયના શિક્ષકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
શિક્ષક દિન નિમિત્તે જે શિક્ષકોને એવોર્ડ આપવામાં આવશે. જેમાં 50 શાળાના શિક્ષકો, ઉચ્ચ શિક્ષણ વિભાગના 13 શિક્ષકો અને કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલયના 12 શિક્ષકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે તેમને ત્રણ સ્તરે મેરિટના આધારે પસંદ કર્યા છે.
આ સન્માન માટે ગુજરાતના પાંચ શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. જેમાં કચ્છ અને સુરતના એક-એક શિક્ષકને એવોર્ડ આપવામાં આવશે, જ્યારે ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા અમદાવાદની પોલિટેનિક ગવર્મેન્ટ કોલેજના પ્રોફેસર ઝંખના મેહતા જ્યારે ગાંધીનગરના બે પ્રોફેસરોને એવોર્ડ એનાયત કરાશે. જ્યારે કર્ણાટક અને મહારાષ્ટ્રના ચાર-ચાર શિક્ષકોને સન્માન માટે પસંદ કરવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાંથી ત્રણ-ત્રણ શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. પુરસ્કાર તરીકે શિક્ષકોને પ્રમાણપત્ર, રૂ. 50,000 રોકડ પુરસ્કાર અને સિલ્વર મેડલ આપવામાં આવશે.