Breaking : કોરોનાગ્રસ્ત આસારામની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ કરાયા

Breaking : કોરોનાગ્રસ્ત આસારામની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ કરાયા

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક :   આસારામ સગીરા સાથે દુષ્કર્મ મામલામાં આજીવન કેદની સજા કાપી રહ્યા છે. આ ઉપરાંત દુષ્કર્મના મામલામાં દોષી કરાર થયેલા આસારામ પર નરબલી અને હત્યા જેવા અનેક ગંભીર આરોપ છે. એક સમય હતો જ્યારે આસારામના દરબારમાં દેશની જાણીતી હસ્તીઓ હાજરી આપતી હતી. પરંતુ 2013માં દુષ્કર્મનો મામલો સામે આવ્યા બાદ તેમના ખરાબ દિવસો શરૂ થઈ ગયા હતા અને ત્યારથી આસારામ જેલમાં કેદ છે.

હાલમાં રાજસ્થાનની જોધપુર સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહેલા આસારામ નો ત્રણ દિવસ પહેલા કોરોના ટેસ્ટ થયો હતો અને બુધવાર સાંજે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ 80 વર્ષના આસારામે બેચેનીની ફરિયાદ કરી હતી. આ ઉપરાંત, કોરોના વાયરસને કારણે ઓક્સિજન લેવલ ખૂબ ઓછું થતા તેમને હૉસ્પિટલના આઇસીયૂ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા. જ્યારે આસારામની તબિયત બગડવાના સમાચાર સાંભળીને તેમના સમર્થકો હૉસ્પિટલ પહોંચી ગયા. આસારામને બુધવાર રાત્રે તબિયત બગડ્યા બાદ મહાત્મા ગાંધી હૉસ્પિટલ શિફ્ટ કરવામાં આવ્યા છે.જો કે,  સ્થિતિ બગડતી જોઈને હવે આસારામને જોધપુર એઇમ્સ મોકલવાની તૈયારી કરવામાં આવી રહી છે.