Exclusive: મહેસાણા જિલ્લા ભાજપ સંગઠનમાં પાયાના કાર્યકરોની અવગણના ? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપને નુકશાન કે ફાયદો ?

Exclusive: મહેસાણા જિલ્લા ભાજપ સંગઠનમાં પાયાના કાર્યકરોની અવગણના ? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપને નુકશાન કે ફાયદો ?

મોર્નિંગ ન્યુઝ ફોક્સ ( સુના સો ચુના ) : ગુજરાતમાં ભાજપના સંગઠનના કેટલાક મુખ્ય હોદ્દેદારો દ્વારા કાર્યકરોની અવગણના કરવામાં આવતી હોવાને કારણે ક્યાંક ને ક્યાંક આજે ભાજપ બેક ફુટ પર આવી રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. સૌરાષ્ટ્રમાં ગોપાલ ઇટાલીયા ભાજપને ભારે પડી રહ્યા છે તો ઉત્તર ગુજરાતની રાજનીતિનું કેન્દ્ર ગણાતા મહેસાણામાં ખુદ ભાજપ સંગઠનના મુખ્ય હોદ્દેદારો જ ભાજપને નબળી પાડવાના કારસા રચતા હોય તેવો ઘાટ ઘડાયો છે. 

ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલ એ પાટીલ કરતાં ક્યાંક ને ક્યાંક નબળા પુરવાર થઈ રહ્યા છે, તો બીજી બાજુ પંચાલના પ્રભાવના અભાવને કારણે સંગઠનના નેતાઓ પોતાની મનમાની ચલાવવા લાગ્યા છે. મહસાણા ભાજપ સંગઠનના મહત્વના હોદ્દેદાર એવા જિલ્લા ભાજપ પ્રમુખ પ્રમુખ સહિતના મહત્વના હોદ્દેદારો અને નેતાઓ જાણે ખુદ પોતાનો રાજકીય રોટલો શેકતા હોય તેવી ચર્ચાઓ ચાલી રહી છે. 

કારણ કે મહેસાણા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના અને તાલુકા વિસ્તારના ભાજપ સંગઠનમાં ક્યાંક ને ક્યાંક અસંતોષ હોય એવી ઘટનાઓ ભૂતકાળમાં અનેક વાર સપાટી પર ઉપસી આવી છે. તો વળી સંગઠનમાં કાર્યકરો કે જેમણે પાર્ટીમાં પોતાનો મહત્વનો સમય અત્યાર સુધી આપ્યો છે એવા લોકોની બાદબાકી કરીને આજકાલ બની બેઠેલા કાર્યકરોને સંગઠનમાં સ્થાન મળતા પાયાના કાર્યકરોમાં ભારે અસંતોષ હોય તેવું ચર્ચાય છે.