મોદી મૂંઝવણમાં ? ગુજરાત સરકારમાં મંત્રીમંડળ નું વિસ્તરણ અને ભાજપ પ્રદેશ પ્રમુખ નું કોકડું ક્યારે ઉકેલાશે ?

મોર્નિંગ ન્યુઝ ફોક્સ (સુના સો ચુના ) : પ્રધાનમંત્રી મોદીના આગમન પહેલા સી આર પાટીલની મીડિયા સાથેની વાતચીત પરથી એવા સમાચારો વહેતા થયા કે આવનાર ટૂંક સમયમાં મંત્રીમંડળનું વિસ્તરણ થશે તેમ જ ગુજરાત ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળશે. પરંતુ સોશિયલ મીડિયામાં વહેતા થયેલા આ સમાચારોમાં કેટલું સત્ય છે એ તો અમે આવનાર સમયે જ બતાવશે.
જો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીએ અમદાવાદમાં રોડ શો કર્યો અને દમદાર ભાષણ પણ કર્યું. મોદી ગુજરાતમાં આવે ત્યારે સ્વાભાવિક છે કે ગુજરાતીઓમાં આનંદ અને ગૌરવની લાગણી હોય. પરંતુ ગુજરાત ભાજપમાં તો માત્ર અને માત્ર હવે નવા પ્રદેશ પ્રમુખ કોણ આવશે એને લઈને જ અંદરો અંદર ગુસપુસ ચાલી રહી છે. તો વળી ધારાસભ્યોમાં એવી આશાઓ જાગી છે કે શું મંત્રીમંડળના વિસ્તરણમાં આપણો નંબર લાગશે કે કેમ ?
પણ જે રીતે નરેન્દ્ર મોદી હંમેશા સરપ્રાઈઝ આપવા માટે ટેવાયેલા છે એ જોતા એવું લાગે છે કે આવનાર દિવાળી સુધી ગુજરાત ભાજપને નથી મળી શકે તેમ નવા પ્રદેશ પ્રમુખ કે કદાચ નહીં થાય મંત્રીમંડળનું વિસ્તરણ. કારણ કે ગુજરાત ભાજપમાં હાલમાં અંદરો અંદર ક્યાંક અને ક્યાંક અસંતોષની ચિનગારીઓ સળગી રહી હોય તેવું સપાટી પર આવતું હોય છે.ત્યારે પ્રદેશ પ્રમુખ તરીકે જે ચહેરાની શોધમાં મોદી છે એવો ચહેરો હજુ સુધી કદાચ મોદીની નજરમાં આવ્યો હોય એવું લાગતું નથી.
તો બીજી બાજુ ગુજરાત ભાજપ ઉપર અમિત શાહ પણ પોતાની મજબૂત પકડ તો ધરાવે છે, પરંતુ પ્રદેશ પ્રમુખ નું એપ્રુવલ તો મોદી સિવાય શક્ય નથી અને મોદી ની આંખમાં વસી જાય એવો કદાચ હાલમાં કોઈ ચહેરો ભાજપમાં હોય તેવું લાગતું નથી. ત્યારે એક તર્ક એવો પણ છે કે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ એ ભાજપ માટે સૌથી મોટું સરપ્રાઈઝ હશે કારણ કે આવનાર 2027 ની ગુજરાતની ચૂંટણીઓમાં ભાજપને મજબૂત ટક્કર આપી શકે તેવો વિરોધ પક્ષ ઉભરી રહ્યો છે. તેથી પ્રજાના માનસમાં ભાજપની નકારાત્મક છાપને મત પેટીમાં ફેરવી શકે તેવા પ્રદેશ પ્રમુખ સિવાય હવે ગુજરાતમાં ભાજપ માટે 2022 જેટલી બહુમતી મેળવવી અશક્ય હોય તેવું ચર્ચાઈ રહ્યું છે.