ઊંઝા : મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્ર ને લઈ મોટા સમાચાર, જાણીને લાગશે આંચકો
મામલતદાર કચેરીનું જનસેવા કેન્દ્ર બિસ્માર હાલતમાં
એ.સી.ઘણા સમયથી છે બંધ હાલતમાં
છત પણ તૂટી ગયેલી છે
નેટવર્ક પણ અવાર નવાર ઠપ્પ રહેતા લોકો પરેશાન
મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના) : ઊંઝા મામલતદાર કચેરીમાં આવેલું જનસેવા કેન્દ્ર બિલકુલ ખખડધ્વજ હાલતમાં જોવા મળી રહ્યું છે અને લોકોને ભારે હાલાકીઓ પડી રહી છે ત્યારે કોંગ્રેસના નેતા આર એલ પરમાર દ્વારા તાત્કાલિક જનસેવા કેન્દ્રને સુવિધા યુક્ત બનાવવામાં આવે તેવી માંગ કરાઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મહેસાણા ના ઉંઝા ખાતે નું મામલતદાર ઓફીસ ની બાજુ માં આવેલું જનસેવા કેન્દ્ર બિસ્માર હાલતમાં ચાલી રહ્યું છે. જનતા માટેની ડીજીટલ સેવાઓ પૂરી પાડવા માટે આધાર કાર્ડ,,જાતિ આવક દાખલા, જમીનનાં ઉતારા વગેરે કાઢવા માટે ફાઇબર નું બનેલું બોક્ષ જેમાં કોમ્પ્યુટર,અને અન્ય સામગ્રી ધરાવતા કેન્દ્ર માં એ.સી.પણ બંધ હાલતમાં છે.છત પણ તુટી ગયેલ છે.
એજન્સી દ્વારા ચાલતું આ કેન્દ્ર બધી જ રીતે જોખમી હોય તેવું લાગી રહ્યું છે. તો આમ જનતા ની માગ સત્વરે પુરી થાય તેવી માંગણી છે.