વાઇબ્રન્ટ સમિટના અતિથિ વિશેષ ચેક રિપબ્લિકના વડા પ્રધાન રહેશે
Mnf network: USમાં પન્નુની હત્યાના કાવતરાનો આરોપી નિખિલ ગુપ્તા ચેક રિપબ્લિકની જેલમાં હોવાથી સમગ્ર વિશ્વની નજરચૅક રિપબ્લિક સાથે UAE, ટિમોર અને મોઝામ્બિકના રાષ્ટ્ર્પ્રમુખો પણ અતિથિવિશેષ પદે હાજરી આપશે
વાઇબ્રન્ટની તૈયારીરૂપે એરપોર્ટથી ગાંધીનગરના માર્ગનો શણગાર શરૂ
ચૅકના વડાપ્રધાન ઉપરાંત બીજાં પણ ત્રણ દેશોના પ્રમુખો દસમી સમિટમાં અતિથિવિશેષ તરીકે આવવાના છે, જેમાં યુનાઇટેડ આરબ અમિરાતના રાષ્ટ્રપ્રમુખ શેખ મહોમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન, દક્ષિણપૂર્વ એશિયાના ટચૂકડાં ટાપુ દેશ ટિમોરના રાષ્ટ્રપ્રમુખ જોસ રેમોસ હોર્ટા તેમજ દક્ષિણ આફરીકન દેશ મોઝામ્બિકના રાષ્ટ્રપ્રમુખ ફિલીપ ન્યૂસીએ કન્ફર્મેશન આપી દીધું છે. આમ તો પાંચ દેશોના વડાઓને દસમી વાઇબ્રન્ટમાં ખેંચી લાવવાનો લક્ષ્યાંક હતો, પરંતુ અત્યાર સુધી આ ચાર દેશોના વડાઓએ તેમની હાજરી કન્ફર્મ કરી હોવાનું જણાવાઈ રહ્યું છે. સૌથી વધુ પાર્ટનર કન્ટ્રીનો રેકોર્ડ પણ આ વખતે સર્જાવાનો છે. 2019ની સમિટમાં 14 દેશો પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયા હતા, તેનાં કરતાં બમણાં દેશોએ તેમની લેખિત સહમતી ગુજરાત સરકારને આપી દીધી છે.