સરકારી હોસ્પિટલમાં 24 કલાકમાં 24 દર્દીના મોત થી ચકચાર : જાણો હકીકત
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : મહારાષ્ટ્ર ના નાંદેડની શંકરરાવ ચવ્હાણ સરકારી હોસ્પિટલમાં 24 કલાકમાં 24 લોકોનાં મોત થયા છે. જેમાં 12 નવજાત બાળકોનો પણ સમાવેશ થાય છે. આ બનાવથી આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. લોકોએ હોસ્પિટલમાં ભારે હોબાળો મચાવ્યો હતો. આ મામલે તપાસની માંગ કરી હતી.
મળતી માહિતી મુજબ, હાફકિન ટ્રેનિંગ, રિસર્ચ એન્ડ ટેસ્ટિંગ ઈન્સ્ટિટ્યૂટે દવાઓની ખરીદી બંધ કરી દીધી છે. જેના કારણે રાજ્યભરની સરકારી હોસ્પિટલોમાં દવાઓની ભારે અછત જોવા મળી રહી છે. સમયસર દવાઓ ન મળવાના કારણે દર્દીઓ જીવ ગુમાવી રહ્યા છે. શંકરરાવ ચૌહાણ સરકારી હોસ્પિટલમાં છેલ્લા 24 કલાકમાં 24 દર્દીઓના મોત થયા છે.
આ મામલે સરકારી હોસ્પિટલના અધિક્ષક એસ. આર. વાકોડેનો દાવો છે કે આ મૃતકોમાં વધારાના દર્દીઓ પણ સામેલ છે. દર્દીઓને છેલ્લી ઘડીએ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, દવાઓની પણ અછત છે. તે જોતા દર્દીઓને નજીકમાં ઉપલબ્ધ દવાઓ લખી સારવાર આપવામાં આવી રહી છે. 70 થી 80 કિલોમીટરના વિસ્તારના દર્દીઓને ડો. શંકરરાવ સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. રવિવારે 24 કલાકમાં 12 બાળકોના મોત થયા હતા. ટ્રાન્સફરને કારણે થોડી મુશ્કેલી આવી છે.