ઊંઝા : પૂર્વ કોર્પોરેટરે લાખો ગુજરાતીઓને સીધો ફાયદો થાય એવી મુખ્યમંત્રીને કરી રજૂઆત, જાણી કરશો પ્રસંશા
મોર્નિંગ ન્યુઝ ફોકસ, ઊંઝા : રાજ્યના નાગરિકોને સરકારી તમામ ડોક્યુમેન્ટમાં પોતાનું એક સરખું નામ કરવા અરજદારોને અનેક વહીવટી પ્રક્રિયા માંથી પસાર થવું પડે છે જે પૈકી સ્કૂલ લિવિંગ સર્ટીફિકેટમાં સામાન્ય સુધારાઓ માટે કોર્ટનો હૂકમ કે સરકારશ્રીના ગેઝેટ પ્રક્રિયામાથી પસાર થવું પડે છે, જેમાં અરજદારોને અનેક હાલાકીનો સામનો કરવો પડે છે.
જે નીતિ વિષય નિર્ણયને સરળ બનાવવા સમય સાથે નાગરિકોને સરળતાથી થી સ્કૂલ લિવિંગ સર્ટીફિકેટમાં બર્થ સર્ટીફીકેટના આધારે સુધારો કરવાની સ્કૂલ પ્રિન્સિપાલને ઓથોરિટી આપવા બાબતે નિર્દેશ કે ગેઝેટ પ્રસિદ્ધ કરવા ઊંઝા નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર ભાવેશ પટેલ દ્વારા ગુજરાત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કાયદા મંત્રી ઋષિકેશ પટેલને લેખીત રજુઆત કરી છે.
તેમણે જણાવ્યું છે કે, ધોરણ 10 કે 12 નો અભ્યાસ પૂર્ણ કરી સ્કૂલ છોડ્યા બાદ સ્કૂલ લિવિંગ સર્ટીફિકેટમાં સામાન્ય સુધારા કરવા માટે નામદાર કોર્ટનો હૂકમ કે સરકાર ના ગેઝેટ પ્રક્રિયામાથી નાગરિકોને પસાર થવું પડતું હોય છે, જે પ્રક્રિયામાં નાણા સહિત અન્ય રીતે તંત્રનો સમય ખૂબ વેડફાય છે, જે બાબતે ગંભીરતા લઈ સરકાર દ્વારા ગુજરાતના નાગરિકોના વ્યાપક હિતમાં સ્કૂલ લિવિંગ સર્ટીફિકેટમાં બર્થ સર્ટીફિકેટના આધારે સુધારો કરવા અંગે સ્કૂલના પ્રિન્સિપાલને ઓથોરિટી આપવા સરકાર દ્વારા નિર્દેશ કે ગેઝેટ તાત્કાલિક ધોરણે લાગુ કરવા રજૂઆત કરી છે.