સુરતની યશકલગીમાં વધુ એક ઉમેરો : સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2024 માં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો
સુરતની યશકલગીમાં વધુ એક મોરપિચ્છ ઉમેરાયું.
સ્વચ્છ વાયુ સર્વેક્ષણ-૨૦૨૪ માં સુરતે દેશભરમાં હાંસલ કર્યો પ્રથમ ક્રમ
સુરત શહેરની વધુ એક આગવી સિદ્ધિ
૧૩૧ શહેરોને પાછળ છોડી કુલ ૨૦૦ માર્ક્સમાંથી ૧૯૪ માર્ક્સ મેળવી સર્વેક્ષણમાં પ્રથમ ક્રમે
સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં દેશના ૧૩૧ શહેરોએ ભાગ લીધો હતો..
મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) : સુરતની આ સિદ્ધિ બદલ આગામી તા.૦૭ સપ્ટે.ના રોજ જયપુર ખાતે નેશનલ મિશન ફોર કલીન એર કાર્યક્રમ અંતર્ગત યોજાનાર સભારંભમાં કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા ‘નેશનલ ક્લીન એર સિટી’ના બહુમાન સાથે રૂા.૧.પ કરોડની ઈનામી રાશિ, ટ્રોફી અને પ્રમાણપત્ર સુરતના મ્યુ. કમિશનર શાલીની અગ્રવાલ અને મેયર ને અર્પણ કરાશે.