Breaking : ગુજરાત માધ્યમિક શિક્ષણબોર્ડ જાહેર કરી ઉનાળુ વેકેશનની તારીખો, કેટલા દિવસનું રહેશે વેકેશન ? ક્યારથી શરૂ થશે નવું સત્ર ? જાણો

Breaking : ગુજરાત માધ્યમિક શિક્ષણબોર્ડ જાહેર કરી ઉનાળુ વેકેશનની તારીખો, કેટલા દિવસનું રહેશે વેકેશન ? ક્યારથી શરૂ થશે નવું સત્ર ? જાણો

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ઉનાળુ વેકેશન ની તારીખો નક્કી કરાઈ

મોર્નિંગ ન્યુઝ ફોકસ ગાંધીનગર : હાલમાં કોરોના ની કપરી પરિસ્થિતિને કારણે છેલ્લા ઘણા સમયથી શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ કાર્ય બંધ છે. કોરોના ના કહેર ના પરિણામે સરકાર દ્વારા ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની બોર્ડની પરીક્ષાઓને પણ મુલત્વી રાખવામાં આવી છે. આગામી ૧૫મી મેના રોજ મળનારી બેઠકમાં બોર્ડની પરીક્ષાઓ આગામી સમયમાં ક્યારેય યોજવી તેનો નિર્ણય જાહેર કરવામાં આવશે.

ત્યારે શાળાઓમાં ઉનાળુ વેકેશન ક્યારથી શરૂ થશે અને નવું શૈક્ષણિક સત્રની શરૂઆત ક્યાંથી કરવી તેને લઈને વાલીઓ અને વિદ્યાર્થીઓ માં ઘણી ચિંતા જોવા મળી રહી હતી. ત્યારે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ઉનાળુ વેકેશન ની તારીખો જાહેર કરવામાં આવી છે. માધ્યમિક શિક્ષણ દ્વારા જાહેર કરાયેલ પરિપત્ર મુજબ આગામી 3/5/ 2021 થી 6/6/2021 સુધીનું ઉનાળુ વેકેશન રહેશે. અને નવું શૈક્ષણિક સત્ર સાત જૂનથી શરૂ થનાર છે. જોકે સરકાર દ્વારા ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની બોર્ડની પરીક્ષા ક્યારે લેવામાં આવશે તેને લઈને હજુ પણ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં અનેક પ્રકારની અસમંજસતા જોવા મળી રહી છે.