વિજાપુર : આમ આદમી પાર્ટીની વધતી લોક પ્રિયતા અટકાવવા હરીફોનો અપ-પ્રચાર, AAP નો જડબાતોડ જવાબ
આમ આદમી પાર્ટીને જબરદસ્ત જન પ્રતિસાદ
હરીફ રાજકીય પક્ષો દ્વારા AAP વિશે ખોટો પ્રચાર
હરીફ રાજકીય પક્ષોનું ટેંશન વધ્યું
ભાજપના ઉમેદવાર સામે ભાજપના જ કાર્યકરોમાં છે નારાજગી
મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) : મહેસાણા જિલ્લાની વિજાપુર વિધાનસભા સીટ પર ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાખીયો જંગ જામ્યો છે. જેમાં ભાજપના ઉમેદવાર રમણ પટેલ સામે ભાજપના જ કાર્યકરો દ્વારા વિરોધ પ્રગટ કરવામાં આવ્યો હતો.થોડાક સમય અગાઉ ભાજપના કેટલાક કાર્યકરો એ કમલમ જઈને રોષ પ્રગટ કર્યો હતો. જોકે ભાજપ માટે વિજાપુર સીટ પર આ વખતે ખૂબ જ કપરા ચઢાણ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
બીજી બાજુ વિજાપુર વિધાનસભા સીટ પર આમ આદમી પાર્ટીએ ચિરાગભાઈ પટેલને મેદાનમાં ઉતાર્યા છે.જેમને જબરદસ્ત જન પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે મતદારોમાં વધતી જતી આમ આદમી પાર્ટીની લોકપ્રિયતાને અટકાવવા માટે કેટલાક રાજકીય પક્ષના વિરોધીઓ દ્વારા આમ આદમી પાર્ટી વિશે ખોટો અપ-પ્રચાર કરવામાં આવી રહ્યો છે.
ત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચિરાગભાઈ પટેલે જણાવ્યું હતું કે, " વિજાપુર વિધાનસભા સીટ ઉપર મતદારોમાં આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા દિન પ્રતિદિન વધી રહી છે, ત્યારે જે લોકો દ્વારા અપ પ્રચાર કરવામાં આવે છે એ હલકી કક્ષાની રાજનીતિ છે.આમ આદમી પાર્ટી ની વધતી જતી લોકપ્રિયતાથી હરીફ રાજકીય પક્ષોના પગ નીચેથી જમીન સરકી રહી છે. મોઘવારી અને ભ્રષ્ટાચારના કુશાસન માંથી આ વખતે ત્રસ્ત થયેલા મતદારો હવે ઈમાનદાર આમ આદમી પાર્ટીને જીતના આશીર્વાદ આપશે તેઓ તેમણે આશાવાદ વ્યક્ત કર્યો હતો.