ગોપાલનો લલકાર : જેટલા પથરા ફેકશો એટલા પગથિયાં બનાવી વિધાનસભા સુધી પહોંચીશું

ગોપાલનો લલકાર : જેટલા પથરા ફેકશો એટલા પગથિયાં બનાવી વિધાનસભા સુધી પહોંચીશું

ગોપાલ ઇટાલિયાની સભામાં થયો હતો પથ્થરમારો

ગોપાલ ઇટાલિયાએ ભાજપને આડે હાથ લીધી

કતારગામના ભાજપના ઉમેદવાર વીનું મોરડીયા સામે કર્યા આકરા પ્રહાર

આમ આદમી પાર્ટીની સભાઓમાં ઉમટે છે જનમેદની

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : ગઈકાલે સાંજે 9:30 વાગ્યા આસપાસ ગોપાલ ઇટાલીયાની કતારગામ ખાતે લલિતા ચોકડી પાસે યોજાયેલી સભામાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ત્યારે આ પથ્થરમારામાં એક આશરે 10 વર્ષના બાળકના આંખના ઉપરના ભાગે ઈજાઓ થઈ હતી. જેને લઇને ગોપાલ ઇટાલીયા એ સીધો આક્ષેપ ભાજપ સામે કર્યો હતો.

ગોપાલ ઇટાલીયા એ પોતાની સભામાં જણાવ્યું હતું કે, " કતારગામ ખાતે ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવારે પાંચ વર્ષ સુધી મંત્રી પદ ભોગવ્યું છે, ત્યારે પાંચ વર્ષમાં એમની પાસે બતાવવા જેવા કોઈ કામ નથી કે જેથી આમ આદમી પાર્ટીની સભાઓમાં પથ્થરમારો કરવો પડે છે." વધુમાં તેમણે જણાવ્યું હતું કે, " ભાજપ આનાથી વિશેષ શું કરી શકે છે? જેટલા પથરાઓ મારવામાં આવશે એ દરેક પથ્થરને પગથિયું બનાવીને અમે વિધાનસભા સુધી પહોંચીશું."