Breaking : AAP દ્વારા જનતા લોકાર્પણ કરાયેલ બ્રિજનું આજે મેયર દ્વારા પુનઃ લોકાર્પણ કરતાં અનેક તર્ક-વિતર્ક

Breaking : AAP દ્વારા જનતા લોકાર્પણ કરાયેલ બ્રિજનું આજે મેયર દ્વારા પુનઃ લોકાર્પણ કરતાં અનેક તર્ક-વિતર્ક

મોર્નિંગ ન્યુઝ ફોકસ, સુરત  : તાજેતરમાં કતારગામ વેડ દરવાજા થી જીલાની બ્રિજ સુધીનો ઓવરબ્રિજ જે તૈયાર અવસ્થામાં છે પરંતુ ઘણા સમયથી તેનું ઉદ્ઘાટન નહીં કરાતા ગઈકાલે આમ આદમી પાર્ટીના નગરસેવકો અને કાર્યકરોએ સાથે મળીને આ બ્રિજનું જનતા લોકાર્પણ કર્યું હતું. ત્યારે થોડાક સમય બાદ તંત્ર દ્વારા વાહન વ્યવહારને અટકાવીને બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો હતો.

છેવટે આજે સુરત મહાનગરપાલિકાના મેયર દ્વારા એક વાર પુનઃ આ બ્રીજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. અત્રે નોંધનીય છે કે આમ આદમી પાર્ટીના નેતા દિનેશ કાછડીયા દ્વારા સમય અગાઉ મહાનગર પાલિકાના સત્તાધીશોને ચીમકી આપવામાં આવી હતી કે જો સમયસર આ બ્રીજનું લોકાર્પણ નહીં થાય તો જનતા લોકાર્પણ કરવામાં આવશે અને છેવટે આમ આદમી પાર્ટીના નગરસેવકો અને કાર્યકરોએ સાથે મળીને બ્રિજનું ગઈકાલે લોકાર્પણ કરી નાખ્યું હતું ત્યારે આજે ભાજપે ફરીથી આ બ્રિજનું લોકાર્પણ કરતાં અનેક તર્ક વિતર્કો શરૂ થયા છે.

અત્રે નોંધનીય છે કે હાલમાં સુરતમાં કોરોનાની મહામારી ને કારણે રાત્રીના આઠ વાગ્યે કર્ફ્યુ મુકાઈ જવાને કારણે વાહનોની અવર જવર વધતા સતત ટ્રાફિકની સમસ્યા સર્જાતી રહે છે. પરંતુ તંત્રને લોકોની મુશ્કેલી નજર આવતી ન હતી. ત્યારે આમ આદમી પાર્ટીના નગરસેવકોએ સાથે મળીને જનતા લોકાર્પણ કર્યું હતું ત્યારે પક્ષની અને પાલિકાની ઇમેજને મોટો ધક્કો લાગ્યો હતો. જેને લઈને આજે મહાનગરપાલિકાના મેયરે આ બ્રિજનું પુનઃ લોકાર્પણ કરીને સંતોષ માન્યો હતો. ટૂંકમાં બ્રિજના લોકાર્પણની આ બેવડી રાજનીતિ જનતામાં પણ ચર્ચાનો વિષય બની છે.