સુરત : આયુષ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલ દર્દીઓના ICU વોર્ડમાં લાગી આગ
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : સુરતમાં એક બાજુ કોરોનાનો કહેર છે ત્યારે સુરત રેલવે સ્ટૅશન ખાતે સાંકડી જગ્યામાં આવેલી આયુષ હૉસ્પિટલના પાંચમા માળે આવેલ આઈસીયુમાં કોરોના 10 જેટલા દર્દી સારવાર લઇ રહ્યા હતા. ત્યાં અચાનક રાત્રે એસીમાં શોટ સર્કિટ થતાની સાથે આગ ભભૂકી ઉઠી હતી. જેને લઇ દર્દીઓમાં અને તેમના સગા સંબંધીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
પહેલા આઈસીયુમાં આગને લઈને ધુમાડા બાદ આગ ફેલાતા આઈસીયુમાં કોરોના દર્દી સારવાર લઇ રહ્યાં હતા તેમાં દોડધામ મચી જવા પામી હતી. આગની જાણકારી ત્યાં હાજર લોકોએ ફાયર વિભગાને આપતા ફાયરનો મોટો કાફલો બનાવવાળી જગ્યા પર બેથી ચાર મિનિટમાં પહોંચી જતા હાશકારો અનુભવાયો હતો. ધુમાડા વચ્ચે લાગેલી આગને લઈને આઈસીયુમાં ફસાયેલા 10 જેટલા દર્દીનું ફાયર વિભાગે રેસક્યુ કરી આ તમામ દર્દીને સારવાર માટે સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા હતા.
હૉસ્પિટલમાં અચાનક આગને કારણે સમગ્ર વિસ્તારમાં ફાયરના સાઇરન અને એમ્યુલન્સ સાઇરનથી લોકોમાં ડરનો માહોલ ઉભો થયો હતો. આગ હૉસ્પિટલમાં કોરોનાની સારવાર માટે દાખલ એવા આઈસીયુમાં લાગી હોવાના મેસેજને કારણે પોલીસ સાથે મનપા કમિશનર સાથે રાજકીય આગેવાન પર તાત્કાલિક બનાવવાળી જગ્યા પર દોડી આવ્યા હતા.