ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના નેશનલ વાઇસ પ્રેસિડેન્ટે PM મોદીને 'સુપર સ્પ્રેડર' અને 'નિષ્ફળ વડાપ્રધાન' કેમ ગણાવ્યા ? જાણીને મોદી સમર્થકોને લાગશે મોટો આંચકો
મોર્નિંગ ન્યુઝ ફોકસ, જાલંધર : કોરોના ની બીજી લહેરને કારણે સમગ્ર દેશમાં પરિસ્થિતિ ખૂબ જ વિકટ બની રહી છે ત્યારે ઈન્ડિયન મેડિકલ એસોસીએશનના વાઇસ પ્રેસિડેન્ટ નવજોત સિંઘ દહીયા એ કોરોના ની આ વિકટ પરિસ્થિતિ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જવાબદાર ગણાવ્યા છે. દહિયાએ પીએમ મોદી ઉપર આરોપ મૂકતા જણાવ્યું છે કે, "નરેન્દ્ર મોદી કોરોનાવાયરસ વાયરસનું નિયંત્રણ કરવામાં ' નિષ્ફળ વડાપ્રધાન'તરીકે સાબિત થયા છે.
જ્યારે મેડિકલ ફ્રેટરનીટી લોકોને માસ્ક અને સોશિયલ સાયન્સ વિશે અનુરોધ કરી રહી હતી ત્યારે આવી ગંભીર પરિસ્થિતિ દરમિયાન વડા પ્રધાને ‘કુંભ મેળાનો’ મંજૂરી પણ આપી.એટલું જ નહીં પણ બંગાળ જેવા રાજ્યમાં મોટી મોટી રેલીઓ સંબોધી તેઓ સુપર સ્પ્રેડર બન્યા છે.
દહિયાએ પીએમ મોદી પર સંગીન આરોપ મૂકતાં જણાવ્યું હતું કે, “2020 માં, જાન્યુઆરી મહિનામાં કોરોનાના પ્રારંભિક દિવસોમાં, જ્યારે કોરોનાનો પ્રથમ દર્દી ભારતમાં જોવા મળ્યો હતો, ત્યારે વડા પ્રધાન મોદીએ કોરોના સામે લડવાની વ્યવસ્થા કરવાને બદલે, તેમણે અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આવકારવા માટે ગુજરાતમાં એક લાખથી વધુ લોકોનાં મેળાવડાનું આયોજન કર્યુંં હતું."
વધુમાં દહીયા એ જણાવ્યું હતું કે, "કોરોના ની બીજી લહેર એ હાલમાં ટોચ પર પહોંચી છે ત્યારે આરોગ્યલક્ષી વ્યવસ્થા સદંતર નિષ્ફળ રહી છે. કોરોના ના એક વર્ષના સમયમાં પીએમ મોદીએ કોઈપણ પ્રકારનો બોધપાઠ લઈને તેની સામે કરાવવાના નક્કર કદમ ભરવાને બદલે મોદી સરકારે બાબા રામદેવની કોરોનીલ દવા નું સમર્થન કર્યું હતું જેનો WHO એ અસ્વીકાર કર્યો હતો."
તેમણે વધુમાં જણાવ્યું કે, " હાલમાં રોગચાળાને કારણે દેશની મોટાભાગની હોસ્પિટલો આગળ એમ્બ્યુલન્સ નો ખડકલો જોવા મળી રહ્યો છે તો બીજી બાજુ કબ્રસ્તાનો અર્થાત સ્મશાનો મૃતદેહો થી ઉભરાઇ રહ્યા છે. મોટાભાગના દર્દીઓ ઓક્સિજનના અભાવે મોતને ભેટી રહ્યા છે ત્યારે ઓક્સિજન પેદા કરવા માટેના અનેક પ્રોજેક્ટો કેન્દ્ર સરકારમાં હજુ પેન્ડિંગ છે. મોદી સરકારે આ મહત્વની જરૂરિયાત ને ધ્યાનમાં લીધી નથી." દહીયા એ ખેડૂત આંદોલન મુદ્દે પણ જણાવ્યું હતું કે, "ખેડૂત કાયદાઓ વિરુદ્ધના આંદોલનના મુદ્દા પર પણ, પીએમ મોદીએ જવાબદારીપૂર્વક કાર્યવાહી કરી નહીં અને તેમના પ્રશ્નોનું નિરાકરણ લીધા વિના, મોટી સંખ્યામાં ખેડૂતોને એકત્રિત કરવા દીધા, જેનાથી કોવિડ ફેલાવાનો ગંભીર ભય હતો."