ભારતીય અક્ષતા કૃષ્ણામૂર્તિ નાસાનાં રોવરને કંટ્રોલ કરે છે, નવા વર્ષે પ્રેરણા લો

ભારતીય અક્ષતા કૃષ્ણામૂર્તિ નાસાનાં રોવરને કંટ્રોલ કરે છે, નવા વર્ષે પ્રેરણા લો

નાસામાં એક ભારતીય વૈજ્ઞાનિકની મોટી સિદ્ધિ

મંગળ ગ્રહ પર ખડકોના નમૂના રોવર દ્વારા એકઠા કરાયા

ભારતની આ યુવા વૈજ્ઞાનિક પરથી પ્રેરણા લેવા જેવી

Mnf network:  અવકાશ ક્ષેત્રમાં જવાની ઈચ્છા ધરાવતા લોકોને ભારતની ડૉ.અક્ષતા કૃષ્ણામૂર્તિ પાસેથી પ્રેરણા લેવી જોઈએ. અક્ષતાએ સ્પેસ ક્ષેત્રને લઈ એક ઈતિહાસ જ રચી દીધો છે. ધરતીથી દૂર આવેલા મંગળ ગ્રહ પર અમેરિકી સ્પેસ એજન્સી નાસાના રોવરને સંચાલિત કરનારી તે પ્રથમ ભારતીય બની ગઈ છે.

ડૉ. અક્ષતા નાસામાં જઈને ત્યાં કામ કર્યું છે. જે આજદિન સુધી કોઈ ભારતીય નથી કરી શકયા. તેને પૃથ્વીથી મંગળ ગ્રહ પર હાજર રોબોટને ચલાવ્યો છે. ઉપરાંત તે મંગળના નમૂનાને સેમ્પલ પણ એકઠા કર્યા છે. અક્ષતાએ આ આખી સિદ્ધિ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લોકો આમાંથી પ્રેરણા લે તેવી અપીલ પણ કરી હતી. તેને કહ્યું હતું કે કોઈપણ સપનું કદી મોટું કે ગાંડપણ ભરેલું નથી હોતું. ખુદ પર કોન્ફિડન્સ રાખો, ટાર્ગેટ પર નજર રાખો. હું વાયદો કરું છું કે તમે મહેનત કરશો તો ત્યાં જરૂર પહોંચશો.

ડૉ.અક્ષતા કૃષ્ણામૂર્તિએ એમઆઈટીમાંથી પીએચડી પૂર્ણ કર્યું છે. તે એવા ભારતીયોમાં સામેલ છે જે ફુલટાઈમ નાસામાં સામેલ છે. અક્ષતાની લિંકડ-ઈન પ્રોફાઈલ પ્રમાણે તે નાસામાં પ્રમુખ ઈન્વેસ્ટિગેટર અને મિશન સાયન્સ લીડ છે. છેલ્લા પાંચ વર્ષથી તે નાસામાં કામ કરી રહી છે. અક્ષતાએ પોતાની આ પ્રેરક યાત્રાને ઈન્સ્ટાગ્રામ પર પણ મુકેલી છે. અક્ષતાએ લખ્યું છે કે તે મંગળ ગ્રહ પર રોવરને સંચાલિત કરવા અને પૃથ્વી પર પરત લવાતા નમૂના ભેગા કરનારી પ્રથમ ભારતીય નાગરિક બની ગઈ છે.

અક્ષતાની સંર્ઘષપૂર્ણ સ્ટોરી

રૉકેટ સાયન્ટિસ્ટ અક્ષતા કૃષ્ણામૂર્તિની આ યાત્રા 13 વર્ષ પહેલા શરૂ થઈ હતી. જ્યારે તે નાસામાં કામ કરવાનું શમણું લઈને સ્વદેશથી અમેરિકા પહોંચી હતી. કારણ કે તે એક વિદેશી નાગરિક હતી. આના લીધે તેનું લક્ષ્‍ય મેળવવું અઘરું હતું. લોકોએ તેને કહ્યું કે તેનું સપનું પૂરું થવું ખૂબ મુશ્કેલ છે. જેથી તે કોઈ નવું લક્ષ્‍ય બનાવે. આમ છતાં અક્ષતાએ કોઈનું ન સાંભળ્યું અને તે પોતાના લક્ષ્‍ય સુધી પહોંચવામાં સતત સંઘર્ષ કરતી રહી. ડૉ.અક્ષતા કૃષ્ણામૂર્તિ પોતાના અનુભવ પર લખ્યું કે, એમઆઈટીમાં પીએચડી કરવાથી લઈ નાસામાં ફુલટાઈમ નોકરી મેળવવા નોકરી માટે અનેક પ્રયાસો કર્યા હતા. અને આટલા સંઘર્ષ બાદ તે એક શાનદાર અવકાશ મિશન પર કામ કરે છે. જેમાં પૃથ્વી પર રહીને અવકાશમાંથી નમૂના પરત ભેગા કરવા પર્સિવરેન્સ રોવરને સંચાલન કરવાનું પણ સામેલ છે.

અવકાશ યાત્રી બનવાનું સપનું

સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર અક્ષતાના આ વીડિયોને અત્યાર સુધી 70 લાખથી વધુ લોકો જોઈ ચૂકયા છે. ભારતીયોએ અક્ષતાના વખાણ કર્યા હતા. એક યૂઝરે કમેન્ટમાં લખ્યું કે, ''ખરેખર આ ખૂબ પ્રભાવશાળી અને પ્રસંશનીય છે. સૌ કોઈમાં આવું સાહસ નથી હોતું.'' તો વળી અન્ય એક યૂઝરે લખ્યું કે, ''આપના જેવી મહિલાઓ મહત્ત્વાકાંક્ષી યુવાઓની પ્રેરણા છે.'' ઈન્સ્ટાગ્રામ પર અક્ષતા કૃષ્ણામૂર્તિની બાયો અનુસાર તે અવકાશ યાત્રી બનવાની મહેચ્છા ધરાવે છે.