PM મોદીએ રાત્રી કરફ્યુ અને માઈક્રો કન્ટેન્ટ મેન ઝોન ને લઇ કર્યું મહત્વનું સૂચન : શું ગુજરાત સરકારે રાત્રિ કારફ્યુના સમયમાં કરવો પડશે ફેરફાર ?
મોર્નિંગ ન્યુઝ ફોકસ : ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આજે વિવિધ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે એક ઓનલાઇન વર્બલ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રધાનમંત્રી મોદીએ કોરોના સામે લડવા માટે કેટલાક મહત્વના ઉપાયો સૂચવ્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ RT PCR ટેસ્ટ વધારવા માટે ખાસ અનુરોધ કર્યો હતો. ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટ આ ત્રણ વસ્તુઓ પર તેમને ખાસ ભાર આપ્યો હતો.
પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે હજુ પણ બેથી ત્રણ સપ્તાહ સુધી વધારે સતર્ક રહેવું પડશે. વળી તેમણે જણાવ્યું હતું કે જ્યારે શરૂઆતમાં lockdown કર્યું ત્યારે સ્થિતિ એવી હતી કે આપણી પાસે કોરોના સામેની લડાઇ માટે જરૂરી ઉપલબ્ધ સાધનો ન હતા, પરંતુ હવે આપણી પાસે કોરોના સામે લડવા માટે જરૂરી સંસાધનો છે તેથી lockdown ની આવશ્યકતા જણાતી નથી. પરંતુ રાજ્યના જે વિસ્તારોમાં કોરોના નો ચેપ વધારે છે ત્યાં માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન ઉપર ભાર મુકવામાં આવે. વળી તેમણે જણાવ્યું હતું કે માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં પણ ખૂબ જ સતર્કતા પૂર્વક નિર્ણય લેવામાં આવે. કારણ કે જેટલા વિસ્તારમાં કોરોના કેસ હોય તેટલા વિસ્તારને જ માઈક્રો કન્ટેન્ટ ઝોન જાહેર કરવામાં આવે નહિ કે આખેઆખી શેરી અને મહિલાઓને.
વળી તેમણે જણાવ્યું હતું કે કેન્દ્રીય આરોગ્ય વિભાગની SOP નો કન્ટેનમેન્ટ ઝોન માં સંપૂર્ણ પાલન કરવામાં આવે. એટલું જ નહીં રાત્રી કર્ફ્યુ વિશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે જે રાજ્યોએ રાત્રી કર્ફ્યુ શરૂ કર્યું છે એને રાત્રિ કરફ્યુ ના બદલે કોરોના કરફ્યુ નામ આપવામાં આવે છે. જેથી લોકો કોરોના પ્રત્યે સતર્ક રહે. એટલું જ નહીં પ્રધાનમંત્રીએ એવો પણ અનુરોધ કર્યો કે રાત્રિ કરફ્યુ 9:00 કે 10:00 વાગ્યા પછી શરૂ કરવામાં આવે અને સવારે પાંચથી છ વાગે પૂર્ણ કરવામાં આવે. આ ઉપરાંત તેમણે આ 11 એપ્રિલ થી 14 એપ્રિલ સુધી ટીકાકરણ કરવા માટે સમગ્ર રાજ્યને અનુરોધ કર્યો હતો. જોકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સૂચન બાદ હવે ગુજરાત સરકાર રાત્રી કર્ફ્યુ અને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન આ અંગે મહત્ત્વનો નિર્ણય લઈ શકે છે.