ધોરણ 9 અને 11 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન : આ રાજ્યની સરકારે લીધો મહત્વનો નિર્ણય

ધોરણ 9 અને 11 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન :  આ રાજ્યની સરકારે લીધો મહત્વનો નિર્ણય

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના નો હાહાકાર મચી રહ્યો છે કોરોના ની બીજી લહેર માં કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે છેલ્લા ઘણા સમયથી શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ છે. કોરોનાના વધી રહેલા કેસને જોતાં મહારાષ્ટ્ર સરકારે ગઈ કાલે એક મહત્ત્વનો નિર્ણય લીધો હતો. એ અનુસાર ધોરણ 9 અને 11 મા ધોરણના વિદ્યાર્થીઓને પરીક્ષા આપ્યા વગર જ પાસ જાહેર કરી તેમને આગળના ધોરણમાં પ્રમોટ કરવામાં આવશે.

જોકે ૧૦મા અને ૧૨માની પરીક્ષા ઑફલાઇન જ લેવાશે અને એનું ટાઇમટેબલ ટૂંક સમયમાં જાહેર કરાશે એમ સરકારે જણાવ્યું હતું. બે દિવસ પહેલાં જ રાજ્ય સરકારે ૧થી ૮ ધોરણના વિદ્યાર્થીઓને પણ પરીક્ષા વગર જ પ્રમોટ કરવાનો નિર્ણય લીધો હતો, પણ ૧૦મું અને ૧૨મું ધોરણ મહત્ત્વનાં હોવાથી નવમા અને ૧૧મા ધોરણના વિદ્યાર્થીઓને પણ એ જ રીતે પ્રમોટ કરવા કે નહીં એ વિશે મતમતાંતર હતા, પણ હવે એ વિશે પણ નિર્ણય લેવાઈ જતાં વિદ્યાર્થીઓ અને વાલીઓનું ટેન્શન ઓછું થયું છે અને તેમણે ૧૦મા અને ૧૨માની તૈયારીઓ ચાલુ કરી દીધી છે.