પોલિશ્ડ હીરાની માંગમાં સતત ઘટાડાને પગલે રફની આયાત 76 ટકા સુધી ઘટી

પોલિશ્ડ હીરાની માંગમાં સતત ઘટાડાને પગલે રફની આયાત 76 ટકા સુધી ઘટી

15 ઓક્ટોબરથી 15 ડિસેમ્બર વચ્ચે રફ હીરાની આયાત બંધ હતી

ભારતની વાર્ષિક આયાત ઘટીને 314 મિલિયન યુએસ ડોલર થયેલી

આયાત વોલ્યુમ 72 ટકા ઘટીને 3.3 મિલિયન કેરેટ થઈ

Mnf network: 15 ઓક્ટોબરથી 15 ડિસેમ્બર વચ્ચે રફ હીરાની ખરીદી નહીં કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. તેના લીધે વિદેશથી થતી રફ હીરાની આયાતમાં સીધો 76 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. આ આંકડા જેજીઇપીસી દ્વારા જાહેર કરવામાં આવ્યા છે.

રફ્ હીરાના પુરવઠામાં સ્થિરતા વચ્ચે જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)એ આયાત નિકાસના આંકડા જાહેર કર્યા છે. જે અનુસાર નવેમ્બરમાં ભારતની રફ્-હીરાની આયાત વાર્ષિક ધોરણે 76 ટકા ઘટીને 314 મિલિયન યુએસ ડોલર થઈ હતી. દેશમાં પોલિશ્ડ હીરાની નિકાસ 12 ટકા ઘટીને 1.1 બિલિયન યુએસ ડોલર થઈ છે. અમેરિકામાં રજાના માહોલ પહેલાં ડાયમંડની માંગમાં વધારો હોવાથી હીરાઉદ્યોગની નિકાસમાં ફેબ્રુઆરી મહિનાથી ચાલુ વર્ષે શ્રોષ્ઠ કામગીરી કરી છે. આયાત વોલ્યુમ 72 ટકા ઘટીને 3.3 મિલિયન કેરેટ થઈ છે. 

હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા તમામે બે મહિના સુધી રફ હીરાની ખરીદી નહીં કરવાનો નિર્ણય કર્યો હતો, તેમ છતાં 24 ટકા રફ હીરાનું વેચાણ થયું હોવાનું આંકડા પરથી જ બહાર આવ્યું છે. તેના કારણે એક ચર્ચા એવી પણ ઊઠી છે કે હીરાની ખરીદી બંધ હોવા છતાં કેટલાક હીરા ઉદ્યોગકારોએ રફ હીરાની ખરીદી કરી હોવાનું પણ કહેવાય છે.