ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ખાતે 2 હોટેલોને મળી દારૂ પીરસવાની મંજુરી અપાઈ
Mnf network: ગિફ્ટ સિટી ખાતે રાજ્ય સરકારે લિકર પોલીસીમાં ફેરફાર કરીને દારૂ પીવા માટે છુટ આપી છે.ગીફટ સીટી ખાતે સ્થપાયેલ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરની કંપનીઓ માટે ગ્લોબલ બીઝનેસ ઇકોસિસ્ટમ પ્રોવાઇડ કરવાના હેતુથી સમગ્ર ગીફટ સીટી વિસ્તારમાં " વાઈન એન્ડ ડાઈન" ફેસીલીટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહીબીશનના નિયમોમાં ફેરફાર કરવા ઉચ્ચકક્ષાએ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગિફટ સિટીમાં રાજ્ય સરકારે દારૂ વેચવા માટેની બે અરજીઓ મંજુર કરી છે. ગિફ્ટ સિટીના MD તપન રે દ્વારા મીડિયાને જણાવાયું હતું કે, રાજ્યમાં પ્રથમ વાઈન અને ડાઈન શોપને મંજુરી અપાઈ છે. જેમાં હોટેલ ગ્રાન્ડ મર્ક્યુરી અને ગિફ્ટ સિટી ક્લબને છૂટ આપવામાં આવી આવી છે. લીકર સેલ માટે બનાવેલી કમિટીએ બંને અરજીને મંજુર કરી છે. હવેથી આ બે શોપ લીકરનું સેલ કરી શકશે.
ગિફ્ટ સિટીમાં દારૂબંધી હટાવ્યા બાદ મૂડી રોકાણની જબરદસ્ત ગતિવિધિઓ શરૂ થઈ છે.ગુજરાતમાં ગાંધીનગર ખાતેની ગિફ્ટ સિટીમાં દારૂબંધી હળવી કર્યા બાદ હવે દારૂ પીવા માટેની છૂટ સાથે બીચ ટુરિઝમના પ્રોજેક્ટ્સ માટે દરખાસ્ત કરવામાં આવી છે.જેથી હવે આ પ્રવાસન સ્થળો પર પણ દારૂ પીવાની છૂટ મળે તો નવાઈ નહીં. પ્રથમ તબક્કે ટુરિઝમ વિભાગ તરફથી સૌરાષ્ટ્ર-કચ્છના માંડવી, શિવરાજપુર, બેટ દ્વારકા, માધવપુર અને દક્ષિણના તીથલનો સમાવેશ કરવામાં આવ્યો હોવાનું સુત્રો જણાવી રહ્યાં છે.