સુરતની યશકલગીમાં થયો વધારો : દેશના સૌથી પ્રથમ સ્વચ્છ શહેરનો મળ્યો ખિતાબ
સ્વચ્છતા સર્વેક્ષણ 2023 માં સુરત બન્યું દેશનું પ્રથમ સ્વચ્છ શહેર
સુરતીઓમાં આનંદ ની લાગણી
કમિશ્નર શાલીની અગ્રવાલ ના કાર્યકાળમાં સુરતને મળી મહત્વની સિદ્ધિ
તમામ અધિકારીઓ, પદાધિકારીઓ, કર્મચારીઓ અને સુરતીઓ ની મહેનત રંગ લાવી
દિલ્હી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સુરતના મેયર અને પાલિકા કમિશનર દ્વારા સર્ટિફિકેટસ અને એવોર્ડ સ્વીકારવામાં આવ્યા
મોર્નિંગ ન્યુઝ ફોકસ ( જશવંત પટેલ) : દિલ્હીમાં સ્વચ્છતા સર્વેક્ષણ-2023 માટે દેશભરનાં શહેરોના રેન્ક જાહેર કરાયો તેમાં નંબર વનનો રેન્ક મળ્યો છે. આ વર્ષે દેશના સ્વચ્છ શહેરોમાં નંબર 1 બનવા સુરત અને ઇન્દોર વચ્ચે કાંટાની ટક્કર હતી. સતત 3 વર્ષથી દેશમાં સ્વચ્છતામાં બીજા નંબરે આવતું સુરત શહેર ગયા વર્ષે માત્ર 221 માર્કસથી જ નંબર વનનો ખિતાબ મેળવતા રહી ગયું હતું.
સમગ્ર કાર્યક્રમનું પાલિકાના આઈસીસીસીસ ખાતે લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કર્મચારીઓ અને પદાધિકારીઓએ એકમેકને શુભકામના આપી હતી. સાથે જ સફાઈ કામદારો અને એનજીઓ પણ આ કાર્યક્રમમાં જોડાયા હતાં. તમામ લોકોએ સુરતને છેલ્લા ત્રણ વર્ષથી જે પીછેહટ મળતી તેમાં અગાઉથી કરેલી તૈયારીઓ અને આ જ રીતે નંબર મેળવતા રહેવા તથા નંબરને યથાવત રાખવા માટેની તૈયારી પણ દર્શાવી હતી.