સુરત : ધૂળેટી મનાવવા જઇ રહેલા પરિવારને રસ્તામાં જ મોત મળ્યું, કાર કેનાલમાં ખાબકી, બે ના મોત
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : સુરતના કતારગામ મા હોળીનો તહેવાર શોકની કાલી ગરિમા માં ફેરવાઈ ગયો હોવાના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. જેમાં સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા કાપડના વેપારીનો પરિવાર રાત્રિના સમયે ઓલપાડના એરથાણ તરફ જઈ રહ્યો હતો ત્યારે ટકારગામ ગામ નજીક રાત્રિના સમયે સ્ટીયરીંગ પરથી કાબૂ ગૂમાવતા કાર કેનાલમાં પલટી મારી ગઈ હતી. જેથી કારમાં સવાર બે લોકોના મોત નીપજ્યાં હતાં. જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
પ્રાપ્ત માહિતી અનુસાર, કતારગામ વિસ્તારમાં રહેતા કાપડના વેપારીના પરિવારના સભ્યોમાં મયુરભાઈ બાબુભાઇ ગાબાણી (ઉ.વ.આ. 28) રહે. કતારગામ સુભાષ નગર પરિવાર સાથે વર્ના કાર નંબર (GJ5JA 2546) લઈને ઓલપાડના એરથાણ ગામના એલિફન્ટા ફાર્મ હાઉસમાં ધુળેટી નિમિતે મનોરંજન માટે જતા હતાં હતાં. એ દરમિયાન ટકારમા ગામ નજીક સ્ટીયરીગ પરથી કાબૂ ગૂમાવતા કાર કેનલમાં ખાબકી હતી.
કાર કેનાલમાં ખાબકતા એક માસુમ સહિત 5 જણા ડૂબ્યાં હતાં.મયુરભાઈ અને એના મિત્રનો 2 વર્ષ નો માસૂમ પુત્ર અર્જુન શૈલેષનું પાણીમાં ડૂબી જતાં મોત નીપજ્યું હતું. પત્ની શીતલ, સહિત અને રિન્કુ અને બીજી એક યુવતીને ગંભીર ઇજા પહોંચતા તમામને સુરતની ખાનગી હોસ્પિટલ કિરણમાં દાખલ કરાયા હતાં.રાત્રિ સમયે સ્થાનિકોએ ઈજાગ્રસ્તો અને મૃતદેહોને બહાર કાઢ્યાં હતાં. સર્જાયેલા અકસ્માત બાદ કીમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.