સુરત એસ.ટી.વિભાગે " સ્વચ્છતા હિ સેવા " ને સાર્થક કરી

મોર્નિંગ ન્યુઝ ફોક્સ ( જશવંત પટેલ) : સ્વચ્છતા હિ સેવા અંતર્ગત તાજેતરમાં સુરત વિભાગ ના સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતે સ્વચ્છતા પખવાડીયા અભિયાન અંતર્ગત ધારાસભ્ય પ્રવિણભાઇ ઘોઘારી તેમજ કાંતિભાઈ બલર ની ઉપસ્થિતિમાં સાફ સફાઈ કરવામાં આવી તેમજ સફાઈ કામદારો ને ધારાસભ્ય દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.
"સ્વચ્છતા હી સેવા" સાર્થક કરવા કાર્યક્રમ મા ડી. એમ.ઇ ભામરે, ડેપો મેનેજર શ્રી બી. ટી પટેલ તેમજ માન્ય સંગઠન આગેવાનો ની ઉપસ્થિતિ મા યોજવામાં આવ્યો હતો.