AC ડોમ કે કોમર્શિયલ ગરબા પાર્ટી પ્લોટ માં નિયમો નેવે મૂકતા આયોજકોને કોના આશીર્વાદ ?

AC ડોમ કે કોમર્શિયલ ગરબા પાર્ટી પ્લોટ માં નિયમો નેવે મૂકતા આયોજકોને કોના આશીર્વાદ ?
પ્રતિકાત્મક ફોટો : ગૂગલ સ્ત્રોત

મોર્નિંગ ન્યુઝ ફોક્સ ( સુના સો ચુના ) : નવરાત્રીમાં મોટા શહેરોમાં હવે દિન પ્રતિદિન શેરી ગરબા નું મહત્વ ઘટી રહ્યું છે અને મસ મોટા કોમર્શિયલ ગરબા આયોજનો નું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે વિવિધ શહેરોમાં યોજાતા ગરબાના કોમર્શિયલ આયોજનોમાં લોકોની ભારે ભીડ જામતી હોય છે. જોકે ગરબા ના આયોજકો દ્વારા વિવિધ કલાકારોને મસ મોટી રકમ ચૂકવી ને ગરબા માટે આમંત્રિત કરાતા હોય છે. ત્યારે ખેલૈયાઓ પોતાના ચહીતા કલાકાર ના તાલે ગરબા ઘૂમવા ઉત્સુક બની ગમે એટલી રકમ ના પાસ ખરીદતા હોય છે.

પણ ગરબા ના નામે મસ મોટી કમાણી કરવાની આશા સેવતા આયોજકો ખેલૈયાઓ ની સગવડતાઓ ને ધ્યાને લીધા વિના વધુ ને વધુ પાસ વેચાય એવી ખેવના રાખતા હોય છે જેને લઈ કોમર્શિયલ આયોજનોમાં ગરબાના ગ્રાઉન્ડ ઉપર ખેલૈયાઓની એટલી ભીડ જામતી હોય છે કે ઘણીવાર પગ મૂકવું પણ મુશ્કેલ થઈ જતું હોય છે અને સફોકેશન થવાની યા તો ધક્કા મૂકી ની ઘટનાઓ પણ બનવાની સંભાવના રહેતી હોય છે. 

 તાજેતરમાં જ સુરત ના એક કોમર્શિયલ ડોમ માં ખેલૈયાઓની ભારે ભીડને કારણે સફોકેશનથી બે યુવતીઓ બેભાન થઈ હોવાના અહેવાલ સોશિયલ મીડિયા દ્વારા પ્રાપ્ત થયા છે. જો કે સવાલ એ થાય છે કે કોમર્શિયલ ગરબા આયોજકો પરવાનગી માટે ના નિયમો નેવે મૂકીને ભીડ એકઠી કરતા હોય છે તો પણ તંત્ર શા માટે તમાશો જોતું રહે છે ? એવું તો નથી કે મોટા માથાઓ અને રાજકીય નેતાઓ ના છુપા આશીર્વાદ રહેલા હોય છે ?

ઘણીવાર ગરબા આયોજકો જે નિયમોનું પાલન કરવાની શરતે પરવાનગી લીધી હોય છે તે પૈકી ખેલૈયાઓ પાસેથી ઘણીવાર નિયમોને નેવે મૂકીને પાર્કિંગ ચાર્જ ઉઘરાવતા હોવાની ઘટનાઓ પણ સોશ્યલ મીડિયામાં ફરતી થઈ છે ત્યારે પરવાનગી આપનાર તંત્ર આવા આયોજકોની સામે કોના આશીર્વાદથી આંખ મીંચામણાં કરે છે ?