ઊંઝા નગર પાલિકાના સત્તાધીશોની બેદરકારી આવી સામે : દુર્ઘટના બનવાની રાહ જોઈને બેઠું છે તંત્ર ?
આંખની હોસ્પિટલ સામે પડ્યો છે મસ્ત મોટો ભુવો
ઘટનાને સમય વિતવા છતાં પણ પાલિકાના આંખ આડા કાન
જાહેર માર્ગ પર ભુવો પડવાને લીધે અકસ્માત થવાની સંભાવના
નગરપાલિકાના સત્તાધીશોની નિષ્ક્રિયતા ક્યારેક નગરજનો માટે મુશ્કેલી સર્જી શકે છે
સ્થાનિકો દ્વારા બેરીકેટ ઉભા કરયા !
મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના ) : છેલ્લા કેટલાક સમયથી ઊંઝા નગરપાલિકાની કામગીરી સામે નગરજનોમાં ભારે કચવાટની લાગણી જોવા મળી રહી છે. કારણ કે પ્રજાના કેટલાક મૂળભૂત પ્રશ્નોનું ઝડપથી નિવારણ નહીં આવતું હોવાને કારણે લોકોમાં નારાજગી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
નગરપાલિકાના વહીવટી અધિકારીઓ ની બેદરકારીને કારણે નગરજનો ઘણીવાર મુશ્કેલીઓ ભોગવતા હોવાના કિસ્સાઓ ધ્યાનમાં આવ્યા છે, ત્યારે તાજેતરમાં ઊંઝા આંખની હોસ્પિટલની સામે જાહેર અવર જવર કરવાના માર્ગ ઉપર જ એક મોટો ખાડો પડી ગયો છે. જેને લઈને કોઈ મોટો અકસ્માત થવાની સંભાવના અને નકારી શકાય તેમ નથી.
જો કે સોશિયલ મીડિયામાં જાહેર માર્ગ પર ખાડો પડવાની ઘટના ને લઈને નગરપાલિકાની કામગીરી સામે નારાજગી પ્રગટ કરાઈ રહી છે ત્યારે નગરપાલિકાના સત્તાધિશો નિદ્રાધીન હોય તેવું લાગી રહ્યું છે.
સવારે બનેલી ઘટનાને સાંજે 5:00 વાગવા છતાં પણ પાલિકાના સત્તાધિશોએ કોઈ સક્રિય પગલા ભર્યા નથી.અકસ્માત થવાની સંભાવના હોય તેવી આ ઘટના બનવા છતાં પણ નગરપાલિકાના સત્તાધિશો આંખ મીંચામણાં કરી રહ્યા છે જે નગરપાલિકાના સત્તાધીશોની નિષ્ક્રિયતા દર્શાવે છે.