સુરત : પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ભાડૂઆતો મુદ્દે ઊઠેલી ફરિયાદો બાદ મેયરે આપ્યું મહત્વનું નિવેદન, જાણો શું કહ્યું?
મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) : હાલમાં સુરતમાં મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરાયેલા પ્રધાનમંત્રી આવાસમાં કેટલાક લોકો પોતાના મકાનમાં રહેવાને બદલે અન્ય લોકોને ભાડે આપતા હોવાની વિગતો બહાર આવી છે જેની ફરિયાદ સુરત મહાનગરપાલિકા સુધી પહોંચી હતી.
આ અંગે મોર્નિંગ ન્યુઝ ફોકસ દ્વારા સુરતના મેયર નો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરાયેલ પ્રધાનમંત્રી આવાસમાં જે મકાનો ભાડેથી આપવામાં આવેલા છે તેની તપાસ કરવામાં આવશે અને આવા મકાનોને સીલ મારી દેવામાં આવશે.
અત્રે નોંધનીય છે કે ગરીબ અને મધ્યમ વર્ગ ના લોકોનું ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થાય તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને આવાસ ફાળવવામાં આવતા હોય છે. પરંતુ ઘણી વખત પોતાનું મકાન હોવા છતાં પણ કેટલાક લોકો પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ફાવી જતા હોય છે અને તેમને ડ્રોમાં ઘર મળતા તેઓ પોતે રહેવાને બદલે અન્ય લોકોની ભાડે આપી આવાસ યોજનાના નિયમોનો સરેઆમ ભંગ કરતા હોય છે. ત્યારે હવે આવા ભાડુંઆતો સામે ઉઠેલી રજૂઆતોને લઈને સુરત મહાનગરપાલિકા એક્શન મોડ માં આવ્યું છે ત્યારે જોવું એ રહ્યું કે પાલિકા દ્વારા કેટલા આવાસોમાં તપાસ કરવામાં આવે છે અને ભાડુંઆત ધરાવતા કેટલા મકાનોને સીલ મારવામાં આવશે ?