ન્યૂઝ ઇમ્પેક્ટ / ઊંઝા ખાતે યોજાયેલ શાળા પ્રવેશોત્સવમાં ગેર હાજર રહેલ ધારાસભ્ય એકાએક મંત્રીજી સાથે પ્રગટ થયા !

ન્યૂઝ ઇમ્પેક્ટ /  ઊંઝા ખાતે યોજાયેલ શાળા પ્રવેશોત્સવમાં ગેર હાજર રહેલ ધારાસભ્ય એકાએક મંત્રીજી સાથે  પ્રગટ થયા !

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના ) : સરકાર દ્વારા ચાલી રહેલશાળા પ્રવેશોત્સવ અંતર્ગત ઊંઝા તાલુકામાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન ઊંઝા ના ધારાસભ્ય ની ગેરહાજરી હોવાનો અહેવાલ મોર્નિંગ ન્યુઝ ફોકસ ના ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા પ્રકાશિત થતા જ ઊંઝાના ધારાસભ્ય દોડતા થયા હતા અને તેમની ઉપસ્થિતિ પૂર્વ નિર્ધારિત ન હોવા છતાં પણ ઊંઝા તાલુકાના જગન્નાથપુરા ગામે યોજાયેલ શાળા પ્રવેશોત્સવમાં પ્રગટ થયેલા જોવા મળ્યા હતા.

ઊંઝા તાલુકાના જગન્નાથપુરા ગામે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો  જેમાં ગામના 15 જેટલા બાળકોએ પ્રથમ ધોરણમાં પ્રવેશ મેળવ્યો હતો. જોકે યોજાયેલ પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ધારાસભ્યની ઉપસ્થિતિ વિશે કોઈપણ પ્રકારની માહિતી હતી નહીં પરંતુ ગઈકાલે મોર્નિંગ ન્યુઝ ફોકસ અખબારે તેના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રગટ કરેલ અહેવાલ બાદ ધારાસભ્ય હરકતમાં આવ્યા હતા અને એકાએક આજે જગન્નાથપુરા ગામે યોજાયેલ શાળા પ્રવેશોત્સવમાં હાજરી આપી હતી.