ઊંઝા : ખળભળાટ / PM મોદીની લાગણીનું અપમાન અને CM ના આદેશનું ઉલ્લંઘન ! ધારાસભ્ય ગાયબ ? અનેક તર્ક વિતર્કો!
સમગ્ર મંત્રીમંડળ શાળા પ્રવેશોત્સવ માં વ્યસ્ત ત્યારે ઊંઝાના ધારાસભ્ય ગાયબ !
કાર્યક્રમમાં ધારાસભ્યની ગેર હાજરીથી અનેક તર્ક વિતર્કો
શું ધારાસભ્ય એ PM મોદી અને CM પટેલ કરતાંય પોતાની જાતને અધિક સમજે છે ?
કાર્યકરો માં છે છૂપી નારાજગી
ધારાસભ્ય ઊંઝા APMC માં સત્તા મેળવવાના સોગઠા ગોઠવવામાં વ્યસ્ત હોવાની અટકળો
મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના ) : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાના મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન શરૂ કરેલ "શાળા પ્રવેશોત્સવ" અને "કન્યા કેળવણી મહોત્સવ" ની શરૂઆત કરી હતી.PM મોદીની સતત એવી લાગણી રહી છે કે ગુજરાતમાં ડ્રોપ આઉટ રેશિયો શૂન્ય થવો જોઈએ.
ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના માર્ગદર્શન હેઠળ રાજ્યસ્તરે આયોજિત ત્રિ-દિવસીય "શાળા પ્રવેશોત્સવ" અને "કન્યા કેળવણી મહોત્સવ" અન્વયે ઊંઝા શહેર જી. એલ. પટેલ હાઈસ્કૂલ ખાતે યોજાયો હતો.ત્યારે આ કાર્યક્રમમાં ઊંઝાના નિષ્ક્રિય ધારાસભ્ય ની ગેરહાજરી જોવા મળતાં અનેક સવાલો ખડા થયા છે.
અત્રે નોંધનીય છે કે સમગ્ર ગુજરાતનું મંત્રીમંડળ અને ધારાસભ્ય પોત પોતાના વિસ્તારમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમમાં સવિશેષ હાજરી આપી રહ્યા છે ત્યારે ઊંઝા ના નિષ્ક્રિય ધારા સભ્ય કોણ જાણે ક્યાં છે એ સવાલ લોકોને સતાવી રહ્યો છે. ઊંઝા ખાતે યોજાયેલ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીમાં ઊંઝા ના ધારાસભ્ય ની ગેરહાજરી જોવા મળી હતી જેને લઈને તરેહ તરેહ ની ચર્ચાઓ શરૂ થઈ છે
ઊંઝા ખાતે યોજાયેલ કાર્યક્રમ માં ઊંઝા નગરપાલિકા ચીફ ઓફિસર પટેલ રવિકાંત બી., ગઢવી જયેન્દ્રભાઈ,CRC કો-ઓર્ડિનર પટેલ વિજયભાઈ, નિમાયક રાવલ વિનુભાઈ, આચાર્ય ડી કે ચૌધરી, BRSKMO Dr બૌદ્ધિક મોદી હાજરી આપી હતી.જો કે કાર્યક્રમ બાદ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.