Breaking/ ઊંઝા APMC માં મેન્ડેડ ને લઇ કોકડું ગૂંચવાયું : કુલડીમાં ગોળ ભાગવા ની ભાજપની નીતિ સફળ થશે ?
ઊંઝા એપીએમસી માં કોકડું ગૂંચવાયું
મેન્ડેડ ને લઈને કોકડું ગૂંચવાયું હોવાની આશંકા
ફોર્મ પાછા ખેંચવાનો સમય બપોરના ત્રણ વાગ્યા સુધીનો હતો.
કેટલા ફોર્મ પાછા ખેંચાયા તેની કોઈપણ માહિતી ઉપલબ્ધ નથી
અધિકારીઓએ મીડિયાના ફોન ઉપાડવાનું બંધ કર્યું
ભાજપની કુલડીમાં ગોળ ભાગવાની નીતિ સફળ થશે કે કેમ? ચર્ચાતો સવાલ
મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) : ઊંઝા એપીએમસી માં મેન્ડેડ ને લઈને કોકડું ગૂંચવાયું હોય તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે. હજુ સુધી ફોર્મ પાછા ખેંચાયા છે કે નહીં તેની પણ કોઈ પણ પ્રકારની માહિતી આપવામાં આવી નથી. જોકે મળતી માહિતી મુજબ આજે 3:00 સુધી ફોર્મ પાછા ખેંચવાનો સમય નિર્ધારીત કરવામાં આવ્યો હતો.
જોકે આ બાબતે ઊંઝા એપીએમસીના વહીવટદાર, ચૂંટણી અધિકારીને સંપર્ક કરતા તેમનો ફોન રિસીવ કરવામાં આવ્યો ન હતો અને ક્યાંક ને ક્યાંક કુલડીમાં ગોળ ભાગવાની નીતિ અપનાવવામાં આવી રહી હોય તેવું સ્પષ્ટ પણે દેખાઈ રહ્યું છે. લોકશાહીનું ગળું દબાવીને એપીએમસી ને સમરસ બનાવવાના ભાજપ ના મરણીયા પ્રયાસો હવે કેટલી અંશે કારગત નિવડશે એ તો આવનાર સમય જ બતાવશે.