સુરત : શહેર બીમાર, શાસકો બિન્દાસ્ત : ડેન્ગ્યુ - મેલેરિયાના કેસોનો ઉપદ્રવ વધ્યો

સુરત : શહેર બીમાર, શાસકો બિન્દાસ્ત : ડેન્ગ્યુ - મેલેરિયાના કેસોનો ઉપદ્રવ વધ્યો

મેયર ના વિસ્તારમાં પણ બીમારીનું પ્રમાણ વધારે

આરોગ્યલક્ષી કામગીરી ઝીરો

મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના ) : સુરત શહેરમાં છેલ્લા બે મહિનામાં સતત મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો થયો હતો. ડેન્ગ્યુના ઓગસ્ટ મહિનામાં ઇસ્ટ વરાછા ઝોનમાં કુલ 44 કેસ અને સાઉથવેસ્ટમાં કુલ 28 કેસ નોંધાયા હતા. ડેન્ગ્યુના સપ્ટેમ્બર મહિનામાં સૌથી વધુ સાઉથવેસ્ટ ઝોનમાં 41 જેટલા કેસ નોંધાયા હતા. મેલેરિયાના સપ્ટેમ્બર મહિનામાં સૌથી વધુ ઈસ્ટ વરાછા ઝોનમાં 51 કેસ નોંધાયા હતા. ડેન્ગ્યુના ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં કુલ હજાર જેટલા કેસ નોંધાયા હતા. મેલેરિયાના કુલ 1500 જેટલા કેસ નોંધાયા છે.

આ મામલે વિપક્ષ નેતા પાયલ સાકરીયા જણાવ્યું હતું કે, વરાછા ઝોન અને વરાછા ઝોન બીમાં સતત કેસોમાં વધારો નોંધાયો છે. ગંદકીનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા ચોમાસા દરમિયાન પણ યોગ્ય રીતે સોસાયટીની આસપાસમાં જે ગંદકી થઈ રહી છે તેને રોકવામાં નિષ્ક્રિય રહ્યું છે. શહેરના ઘણા ખરા વિસ્તારોમાં ડોર ટ ડોર ગરબેજ ટુ કલેક્શન માટેનું કામ નિયમિતપણે થતું નથી. જે સૌકોઈ જાણે છે છતાં પણ તેમના કોન્ટ્રાક્ટરો સામે પગલા લેવામાં આવી રહ્યા નથી. ગાડીઓની આસપાસ ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ હોવાની ફરિયાદો અમે અસંખ્ય વખત કરે છે. છતાં પણ નક્કર કામગીરીનો અભાવ જોવા મળે છે.