ઊંઝા : જગદીશ વિશ્વકર્મા ના સ્વાગત કાર્યક્રમમાં વડનગર ભાજપ હોદ્દેદારો અને કાર્યકરોને કોણે કર્યા નિરાશ ?

ઊંઝા : જગદીશ વિશ્વકર્મા ના સ્વાગત કાર્યક્રમમાં વડનગર ભાજપ હોદ્દેદારો અને કાર્યકરોને કોણે કર્યા નિરાશ ?

મોર્નિંગ ન્યુઝ ફોક્સ ( સુના સો ચુના ) : ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આજે અંબાજીથી દર્શન કરીને ઊંઝા ઉમિયા માતા ખાતે પધાર્યા હતા ત્યારે ઊંઝા ભાજપ શહેર તાલુકા તેમજ વડનગર ભાજપ શહેર તાલુકા સંગઠનના કાર્યકરો અને હોદ્દેદારો તેમનું સ્વાગત કરવા માટે ઉમટી પડ્યા હતા. પરંતુ અનેક કાર્યકરોનું વિશ્વકર્માનું સ્વાગત કરવાના અરમાન અધૂરા રહ્યા હોવાની અટકળો વહેતી થઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર જગદીશ વિશ્વકર્મા આજે ઊંઝા ખાતે પધાર્યા ત્યારે ઊંઝા ઉમિયા માતા સંસ્થાનના હોદ્દેદારો દ્વારા તેમના સ્વાગત નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં વડનગર થી શહેર સંગઠન તેમજ પાલિકા પ્રમુખ સહિતના હોદ્દેદારો ઊંઝા ખાતે આવ્યા હતા. પરંતુ ચર્ચાતી વિગતો મુજબ વડનગર થી આવેલ પાલિકાના પ્રમુખ અને હોદ્દેદારોનું વિશ્વકર્માનું સ્વાગત કરમાના અરમાનો અધૂરા રહ્યા હોવાનું જાણવા મળે છે. કારણ કે વિશ્વકર્મા અને તેમની ટીમ સ્ટેજ ઉપર થી ચાલ્યા જતા અનેક કાર્યકરો અને હોદ્દેદારો સ્વાગત કર્યા વિના નિરાશ થઈને પાછા ફર્યા હતા. 

ચર્ચાથી વિગતો મુજબ વડનગર પાલિકાના પ્રમુખ અને અનેક કાર્યકરોને પણ જગદીશ વિશ્વકર્મા ના સ્વાગત કરવાનો લ્હાવો મળ્યો ન હોવાથી તેઓ નિરાશ થયા હતા.બીજીબાજુ મોર્નિંગ ન્યુઝ ફોકસ દ્વારા ઊંઝાના ધારાસભ્ય તેમજ વડનગર શહેર પ્રમુખ અને ઉમિયા માતા સંસ્થાનના પ્રમુખ ને આ અંગે પૂછતા તેમણે ગોળ ગોળ જવાબો આપ્યા હતા અને વાતને ટાળવાનો પ્રયત્ન કર્યો હતો. જે હોય તે પરંતુ ક્યાંક ને ક્યાંક જગદીશ વિશ્વકર્મા ઊંઝામાં કાર્યકરોની લાગણીને ઠેસ પહોંચાડીને ગયા હોય તેવું લોક મુખે ચર્ચાય છે.