ઊંઝા : કાર્યકર્તા બુથ સંમેલન પહેલા ભાજપનો વધુ એક છબરડો બહાર આવ્યો, જાણીને ચોંકી જશો
મોર્નિંગ ન્યુઝ ફોકસ (દિખા સો લિખા & સુના સો ચુના) : ઊંઝા ભારતીય જનતા પાર્ટી દ્વારા જે કોઈ મોટા કાર્યક્રમોનું આયોજન થાય છે તેમાં ભાગ્યે જ એવો કોઈ કાર્યક્રમ હશે જેમાં કોઈ મોટો છબરડો બહાર ન આવ્યો હોય. જેમ ઊંઝા નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ અને હોદ્દેદારો વિવિધ કૌભાંડોને લઈને સતત અઢી વર્ષ સુધી વિવાદોમાં રહ્યા તે જ રીતે ઊંઝા ભારતીય જનતા પાર્ટી પણ અનેક કાર્યક્રમોમાં છબરડાઓ ને લીધે વિવાદોમાં રહી છે. કાર્યક્રમની મહત્વતા કરતા છબરડાઓનો વિવાદ વધારે ચર્ચાસ્પદ બનતો હોય છે.
( ભૂલ સુધારી વાયરલ થયેલ બેનર)
પ્રાપ્ત વિગતો અનુસાર, ઊંઝા નવનિર્મિત સરદાર પટેલ ટાઉનહોલ ખાતે 25 સપ્ટેમ્બર ને સોમવાર ના રોજ બુથ કાર્યકર્તાઓ નો સન્માન કાર્યક્રમ યોજવા જઈ રહ્યો છે.ત્યારે આ કાર્યક્રમમાં ઊંઝા વિધાનસભા વિસ્તારના બૂથમાં 500 કરતાં વધારે મતો ની લીડ મેળવનાર કાર્યકર્તાઓ નું સન્માન કરવામાં આવનાર છે.આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ઉપસ્થિત રહેનાર છે.
( ભૂલ ભરેલું પોસ્ટર - ઉપરોક્ત પોસ્ટરમાં સાંસદ સભ્ય શારદાબેન પટેલ નો ફોટો ડાબી બાજુએ દ્રશ્યમાન થતો નથી )
ઉપરોક્ત કાર્યક્રમનું એક બેનર ( પોસ્ટર ) સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું. જેમાં વાયરલ થયેલ બેનરમાં મહેસાણા જિલ્લાના સાંસદ શારદાબેન પટેલ નો ફોટો ન હતો. જેને લઈને પાછળથી ભૂલ થયાનો અહેસાસ થતાં છેવટે પોસ્ટરમાં આ ફોટો ઉમેરવામાં આવ્યો હતો અને ફરીથી આ પોસ્ટર સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું. ત્યારે સવાલ એ થાય છે કે શું ભારતીય જનતા પાર્ટીના મહત્વના જવાબદાર હોદ્દેદારો આવી નાની નાની બાબતો ઉપર ધ્યાન નહીં આપતા હોય? શું આ બધું આ નેતાઓની જાણ બહાર જ ચાલતું હશે ? આવા ને આવા છબરડાઓ ખરેખર કાર્યકર્તાઓની મહેનત પર પાણી ફેરવતા હોય છે. ત્યારે ધારાસભ્ય આવી નાની નાની બાબતો સામે કેમ આંખ આડા કાન કરતાં રહે છે ?