સુરત : ગૃહમંત્રી અને શિક્ષણમંત્રી ના હોમ ટાઉન માં જ કાયદો અને શિક્ષણ વ્યવસ્થા કથળી ! સ્કૂલ અને પોલીસનો લૂલો બચાવ !

મોર્નિંગ ન્યુઝ ફોકસ, સુરત : સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુંકણી ગામની ફાઉન્ટન હેડ સ્કૂલ આજકાલ ચર્ચામાં છે. ધોરણ 12ના વિદાય સમારંભ (Farewell) દરમિયાન વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ વિદાયને બદલે પાવર શો રચવાનો પ્રયાસ કર્યો હતો. 30થી વધુ લક્ઝરી કારો સાથે વિદ્યાર્થીઓએ કોઈ મંજૂરી વિના સ્કૂલ સુધીનો કાફલો કાઢ્યો અને સ્ટાઈલબાજી કરવાને કારણે વિવાદ ઉદભવ્યો છે.
રાંદેરના ડી-માર્ટ પાસેથી શરૂ થયેલો આ કાફલો ઓલપાડના દાંડી રોડ પર આવેલી ફાઉન્ટન હેડ સ્કૂલ સુધી પહોંચ્યો. સ્ટાઈલમાં કારની સનરૂફમાંથી માથું બહાર કાઢીને ફોટો-વિડિયો લેતા વિદ્યાર્થીઓ ટ્રાફિકના નિયમો તોડતા જોવા મળ્યા. તેમના ગાડીઓમાં બેજવાબદાર રીતે મ્યુઝિક વગાડવામાં આવી રહ્યો હતો.
શું પેટ્રોલિંગ કરતી પોલીસને આ કાફલો નહિ દેખાયો હોય ? કે પછી પેટ્રોલિંગ ના નામે સરકારી નાણાં નો વ્યય ?
જો કે સૌથી આશ્ચર્ય ની વાત એ છે કે, પોલીસે આ બાબતે અજાણ હોવાનું નિવેદન આપીને છટકબારી શોધી હોવાનું ચર્ચાય છે. તો બીજી બાજુ એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે પોલીસ વેન સતત પેટ્રોલિંગ કરતી હોય છે તો શું પેટ્રોલિંગ કરતી પોલીસને આ કાફ્લો નહિ દેખાયો હોય કે પછી માત્ર અને માત્ર પેટ્રોલિંગ ના નામે પોલીસ પોતાના સ્વ હેતુઓ સિદ્ધ કરી પેટ્રોલ-ડીઝલના ધુમાડા ઉડાડી સરકારના નાણાં બરબાદ કરવાનું કામ કરી રહી છે ?
ગૃહમંત્રી નું હોમ ટાઉન ક્રાઇમ સિટી બની રહ્યું છે ?
કાયદો અને સુરક્ષા ની વાતો ગૃહ મંત્રીના હોમ ટાઉનમાં જ કાયદો અને વ્યવસ્થા દિવસે દિવસે કથળી રહી છે. શહેરમાં દરરોજ નાની મોટી અથડામણો તેમજ અકસ્માતો અને હત્યાઓ જેવી ગુનાખોરીની ઘટનાઓ બને છે.ત્યારે ખરેખર ગૃહ મંત્રીએ પોતાના વતનમાં કાયદો અને વ્યવસ્થા સંભાળી રહેલી પોલીસની કામગીરી સામે લાલ આંખ કરવાની જરૂર છે. અન્યથા આવનાર સમયમાં ડાયમંડ સિટી, બ્રીજ સીટી અને સિલ્ક સિટી નામે ઓળખાતું આ સુરત ક્રાઇમ સિટી બની જશે તો ખબર પણ નહીં પડે !
સીન સપાટા કરતા શિક્ષણ મંત્રીના હોમ ટાઉન માં વિદ્યાર્થીઓ છાકટા બન્યા ?
શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયા ના હોમ ટાઉન માં જ શિક્ષણનું સ્તર કોથળી હોવાની ઘટના સામે આવી છે. વિદ્યાર્થીઓએ સંસ્કારો અને શિક્ષણ તેમજ કાયદાની ઉપેક્ષા કરીને જાહેર માર્ગ પર રોડ શો નો પાવર શો કરી કાયદો અને વ્યવસ્થા હાથમાં લીધી હતી ત્યારે શું આ વિદ્યાર્થીઓ જે સ્કૂલના છે તેની સામે પગલા ભરાશે કે પછી વિદ્યાર્થીઓની અમીરી જોઈને તેમને બક્ષવામાં આવશે ?