અરમાનો રહ્યા અધૂરા ? ઊંઝા APMC ની ચુંટણીમાં આખરે ધારાસભ્ય નું જ પત્તું કપાયું ! હકીકત જાણી ચોંકી જશો

અરમાનો રહ્યા અધૂરા ? ઊંઝા APMC ની ચુંટણીમાં આખરે ધારાસભ્ય નું જ પત્તું કપાયું ! હકીકત જાણી ચોંકી જશો

ઊંઝા એપીએમસીની ચૂંટણી માટે ભાજપ એ જાહેર કર્યું મેન્ડેડ

ધારાસભ્ય કિરીટ પટેલે ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં ખેડૂત પેનલમાંથી ભર્યું હતું ફોર્મ 

ભાજપે જાહેર કરેલ મેન્ડેડમાં ધારાસભ્ય નું પત્તું કપાયું 

શું હવે ધારાસભ્ય ભાજપની વિરુદ્ધમાં એપીએમસીની ચૂંટણીમાં લડશે ખરા ? જનતામાં ચર્ચાતો સવાલ 

એપીએમસી ના પૂર્વ વાઇસ ચેરમેન અરવિંદ પટેલ નું પણ પત્તુ કપાયું

મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના & દિખા સો લિખા) : ઊંઝા એપીએમસીની ચૂંટણીને જાહેર થયાના બે દિવસ પછી આજે ભાજપે મેન્ડેડ જાહેર કર્યું છે. ત્યારે આ મેન્ડેડને લઈને હવે અનેક પ્રકારની અટકળો શરૂ થઈ છે.

અત્રે નોંધનીય છે કે એપીએમસીની ચૂંટણીમાં ખેડૂત પેનલમાંથી 20 ઉમેદવારોએ ઝંપલાવ્યું છે,જેમાં આ વીસ ઉમેદવારો ભાજપના જ છે પરંતુ ભાજપે તેમાંથી માત્ર 10 નામોને જ મેન્ડેડ આપ્યું છે. સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે ભાજપે આપેલા મેન્ડેડ માં ઊંઝાના ધારાસભ્ય કે કે પટેલ અને પૂર્વ વાઇસ ચેરમેન અરવિંદ પટેલના પત્તા કપાયા છે.

ભાજપે શરૂઆત માં  'એક વ્યક્તિ, એક હોદ્દો 'વાળી થીયરી ને અપનાવીને એપીએમસીને બિનહરીફ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ધારાસભ્યની સત્તા લાલસા ને કારણે એપીએમસી બિનહરીફ થઈ શકી ન હતી. કારણ કે ખુદ ધારાસભ્યએ પોતાની પાસે હોદ્દો હોવા છતાં પણ ચૂંટણીમાં ચંપલાવ્યું હતું. ત્યારે ભાજપ દ્વારા જાહેર કરાયેલા મેન્ડેડમાં આજે ધારાસભ્ય તરીકે પોતાની કામગીરીમાં નિષ્ફળ રહેલા  કે કે પટેલ નું એપીએમસીની ચૂંટણીમાં મેન્ડેડ માં નામ ન આવતા વિધાનસભા મત વિસ્તારમાં અનેક જાતની અટકળો શરૂ થઈ છે.

આ સાથે એપીએમસીના પૂર્વ વાઇસ ચેરમેન અરવિંદ સોમાભાઈ પટેલ નું નામ પણ કપાયું છે. અત્રે નોંધનીય છે કે અરવિંદ સોમાભાઈ પટેલ અગાઉ એપીએમસીના બોર્ડ ઓફ ડિરેક્ટરમાં વેપારી પ્રતિનિધિ તરીકે હતા ત્યારે આ વખતે તેમણે ખેડૂત પ્રતિનિધિની પેનલમાં ફોર્મ ભર્યું હતું જેને લઈને પણ અનેક તર્ક વિતરકો શરૂ થયા હતા. ત્યારે ભાજપે આજે જાહેર કરેલા મેન્ડેડમાં પૂર્વ વાઇસ ચેરમેન નું નામ પણ કપાયું છે.