ઊંઝા APMC ના ચેરમેન દિનેશભાઇ પટેલને Dy. CM નીતિન પટેલના હસ્તે 'Eminence Award 2021' થી સન્માનિત કરાયા

ઊંઝા APMC ના ચેરમેન દિનેશભાઇ પટેલને Dy. CM નીતિન પટેલના હસ્તે  'Eminence Award 2021' થી સન્માનિત કરાયા

મોર્નિંગ ન્યુઝ ફોકસ,ઊંઝા :  સમગ્ર એશિયામાં ખ્યાતનામ ઊંઝા એપીએમસી ખેડૂતલક્ષી પ્રવૃતિઓ ઉપરાંત સામાજીક પ્રવૃતિઓમાં પણ સદાય અગ્રેસર રહેતી હોય છે. ઊંઝા એપીએમસી હર હંમેશ સામાજિક પ્રવૃત્તિઓમાં પોતાનું યથાશક્તિ યોગદાન આપતી હોય છે, ત્યારે ઊંઝા એપીએમસીની આ સરાહનીય કામગીરીને લઇને તાજેતરમાં દિવ્ય ભાસ્કર દ્વારા આયોજિત 'એમીનેન્સ એવોર્ડ 2021' માં ઊંઝા APMC ના ચેરમેન દિનેશભાઇ પટેલને 'બેસ્ટ સોશિયલ રિસ્પોનસીબલ એપીએમસી ઓફ ગુજરાત' નો એવોર્ડ નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઇ પટેલના હસ્તે આ એનાયત કરવામાં આવ્યો હતો.

ગુજરાતના અગ્રણી ગુજરાતી અખબાર દિવ્યભાસ્કર દ્વારા પોતાના ક્ષેત્રમાં વિવિધ લક્ષી પ્રવૃત્તિઓ દ્વારા આગવી ઓળખ ઊભી કરનાર વ્યક્તિઓને સન્માનિત કરવા માટે 'એમીનેન્સ એવોર્ડ 2021' નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉત્તર ગુજરાતની પ્રતિભાશાળી વ્યક્તિઓને 'એમીનેન્સ એવોર્ડ 2021' થી નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઇ પટેલના હસ્તે સન્માનિત કરવામાં આવી હતી. જેમાં ગુજરાતની 'શ્રેષ્ઠ સામાજિક જવાબદારી નિભાવતી ઊંઝા એપીએમસી'ના ચેરમેન દિનેશભાઇ પટેલને 'એમીનેન્સ એવોર્ડ 2021' થી નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.