Exclusive: સુરતમાં શાળા મુદ્દે ભાજપ શાસકોની લડાઈ વચ્ચે AAP ની એન્ટ્રી ! ડો. કિશોર રુપારેલીયા સહિત AAP નેતાઓ પાલિકા માં જ ધરણા પર બેસતા ખળભળાટ
મોર્નિંગ ન્યુઝ ફોક્સ ( સુના સો ચુના ) : કતારગામ વોર્ડ નંબર સાત અને વોર્ડ નંબર આઠમાં સુમન સ્કૂલના નિર્માણ કાર્ય મુદ્દે ભાજપમાં ભડકો થાય તેવા એંધાણ જોવા મળી રહ્યા છે. કારણકે વોર્ડ નંબર સાતના નગરસેવક નરેન્દ્રભાઈ પાંડવની ધારદાર રજૂઆતો ને લઈને સુમન હાઇસ્કુલ વોર્ડ નંબર સાતમાં ફાળવવામાં આવી હતી ત્યારે કતારગામના ધારાસભ્ય વિનુ મોરડીયાએ પોતાની મનમાની ચલાવીને આ સ્કૂલનું નિર્માણ કાર્ય પોતાના માનીતા નગરસેવક ન વોર્ડ નંબર આઠમાં લઈ ગયા છે, ત્યારે વોર્ડ નંબર સાતના નગરસેવક નરેન્દ્રભાઈ પાંડવ દ્વારા સવાલ ઉઠાવવામાં આવી રહ્યો છે કે વર્ક ઓર્ડર ની પરમિશન મળ્યા વિના વોર્ડ નંબર 8 માં શાળાનું નિર્માણ કાર્ય કેવી રીતે શરૂ કરી દેવાયું છે ? મેયર કોના દબાણ હેઠળ કામ કરે છે તે પણ પ્રશ્ન સમગ્ર પંથકમાં ચર્ચા રહ્યો છે ? જોકે હવે આમ આદમી પાર્ટી દ્વારા પણ આ મુદ્દે ઝમ્પલાવતા રાજકીય ઘરમાં વધ્યો છે કારણ કે આમ આદમી પાર્ટીના નેતાઓએ પણ આ સ્કૂલ ન ખસેડવા પત્ર પાઠવીને ધારદાર રજૂઆત કરી છે એટલું જ નહીં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ની ઓફિસ સામે આમ આદમી પાર્ટી ના નેતાઓએ ધરણા કરતા હવે ભાજપના શાસકો દોડતા થયા છે.

સુરત મહાનગરપાલિકાના વિરોધ પક્ષના આમ આદમી પાર્ટીના નેતા પાયલબેન સાકરીયા અને ડો.કિશોર રૂપારેલીયા સહિત આમ આદમી પાર્ટીના હોદ્દેદારોએ શાળા ખસેડવા મુદ્દે પાલિકા માં જ ધરણા પર બેસતા મુદ્દો ગરમાયો છે.જોકે શાળા ખસેડવા ભાજપના કોર્પોરેટર નરેન્દ્રભાઈ પાંડવ અનેક રજૂઆતો કરી ચૂક્યા છે ત્યારે હવે આમ આદમી પાર્ટીના નેતાઓ પણ સ્કૂલ નું સ્થળ ન ખસેડવા મુદ્દે સમર્થનમાં આવતા ક્યાંક ને ક્યાંક હવે મેયર સહિત ભાજપના શાસકોની હાલત ' સાપે સછૂંદર ગળ્યા ' જેવી થઈ છે.
પક્ષ ને બાજુ મૂકી લોકહિત મુદ્દે ભાજપ અને આપ ના નેતાઓ મેદાનમાં આવવાનો પ્રથમ કિસ્સો !
સુરત મહાનગરપાલિકામાં હાલમાં ભાજપનું શાસન છે ત્યારે કતારગામ વોર્ડ નંબર સાત અને આઠમાં ચાલી રહેલા શાળા વિવાદ મુદ્દે વોર્ડ નંબર સાત ના ભાજપના નગરસેવક નરેન્દ્ર ભાઈ પાંડવ દ્વારા શાળા ન ખસેડવા ધારદાર રજૂઆતો કરાઈ હતી. ત્યારબાદ હવે આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષના નેતા પાયલબેન સાકરીયા તેમજ નગર સેવક કિશોરભાઈ રૂપારેલીયા અને દિપ્તીબેન સાકરીયા સહિત ના નેતાઓ પણ શાળા ન ખસેડવા માટે મેદાનમાં પડ્યા છે.

(શાળા ખસેડવા મુદ્દે આમ આદમી પાર્ટીના નેતાઓના પાલિકામાં ધરણા)
જોકે પક્ષને બાજુમાં મૂકીને લોકહિત મુદ્દે ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓ સુરત મહાનગરપાલિકાના ભાજપ શાસકો સામે રણશિંગુ ફૂંકતા મહાનગરપાલિકાના મેયર સહિત ના ભાજપ શાસકોની સ્થિતિ જોવા જેવી થઈ છે. ક્યાંક ને ક્યાંક ભાજપમાં જ ભારે ખેંચતાણ હોય અને જૂથ બંધી હોય એવું પણ હવે ચર્ચાવા લાગ્યું છે. ભાજપની પ્રતિષ્ઠાને હવે સુરત મહાનગરપાલિકાના મેયર સહિતના ભાજપના જ શાસકો ખરડી રહ્યા હોય તેવું ચિત્ર ખડું થયું છે
મેયર એ ફોન રિસીવ કરવાનું ટાળ્યું !
ગઈકાલે મોર્નિંગ ન્યુઝ ફોકસ અખબારની વેબસાઈટ પર પ્રસિદ્ધ થયેલા સમાચારો બાદ આ મુદ્દે ખળભાટ મચ્યો છે, ત્યારે આજે આ મુદ્દે પૂછવા માટે મેયરને ફોન કરવામાં આવ્યો ત્યારે તેમણે ફોન રિસીવ કરવાનું ટાળી દીધું હતું. જે દર્શાવે છે કે ક્યાંક ને ક્યાંક મેયર ની નિયતમાં ખોટ હોય તેવું લાગે છે !
સુરત મહાનગરપાલિકાના કમિશનરે શું કહ્યું ?
વોર્ડ નંબર 7 અને વોર્ડ નંબર 8 મા ચાલી રહેલા સ્કૂલ મુદ્દે જ્યારે સુરત મહાનગરપાલિકાના કમિશનરને પૂછવામાં આવ્યું કે વર્ક ઓર્ડર વિના આ નિર્માણ કાર્ય કેવી રીતે શરૂ કરી દીધું છે ? ત્યારે તેમણે જણાવ્યું કે આ મુદ્દે હું તપાસ કરીને જણાવીશ.
ભાજપમાં જ ભડકો થાય તેવી સ્થિતિનું નિર્માણ ?
અત્રે નોંધનીય છે કે વોર્ડ નંબર સાતમાં સ્કૂલ બનાવવા માટે પૂર્વ ભાજપ પ્રદેશ પ્રમુખ એવા કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાર્ટલે ખાતમુહૂર્ત કર્યું હતું. ત્યારે કતારગામના ધારાસભ્ય વીનુ મોરડીયાએ આ શાળા વોર્ડ નંબર 7 માંથી ખસેડીને વોર્ડ નંબર આઠમાં લઈ જવા માટે પત્ર લખી રાજકીય દબાણ ઊભું કરતા છેવટે વોર્ડ નંબર 8 માં શાળાનું નિર્માણ કાર્ય વર્ક ઓર્ડર વિના શરૂ કરી દેવાયું છે. ત્યારે સી આર પાટીલ આ મુદ્દે નારાજ નહીં થયા હોય ? તે એક ચર્ચાતો સવાલ છે, જો કે મેયર અને મોરડીયાએ સ્કૂલનું નિર્માણ કાર્ય નુ સ્થળ બદલીને પક્ષમાં જ ભડકો થાય તેવી સ્થિતિનું નિર્માણ કર્યું છે.
શું આવનાર ચૂંટણીઓમાં આ મુદ્દો ભાજપને નડશે ?
જો કે વોર્ડ નંબર સાતમાંથી સ્કૂલ ખસેડીને વોર્ડ નંબર આઠમાં લઈ જવામાં આવી છે. ત્યારે સ્વાભાવિક છે કે આ વિસ્તારના લોકો પણ નારાજ હોય ! જોકે આ મુદ્દે આ વિસ્તારના નગરસેવક નરેન્દ્રભાઈ પાંડવ અડીખમ બનીને રજૂઆતો કરી રહ્યા છે ત્યારે જો યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આવનાર ચૂંટણીઓ માં ભાજપને ભારે ફટકો પડશે તો તેના માટે જવાબદાર કોણ મેયર કે પછી મોરડીયા ?