ઊંઝા : ભાજપ શહેર અને તાલુકા પ્રમુખને લઇ સૌથી મોટા સમાચાર, જાણીને ચોંકી જશો
મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) : ઊંઝા તાલુકા અને શહેર ભાજપ પ્રમુખને લઈને કોકડું ગૂંચવાયું હતું. જેની પાછળ ક્યાંક ને ક્યાંક ઊંઝા ભાજપ સંગઠનનો અંદરનો વિખવાદ હોવાનું જવાબદાર માનવામાં આવી રહ્યું હતું. ત્યારે આ અંગે ભાજપના ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા એક દિગજ નેતાએ મહત્વનું નિવેદન આપ્યું છે.
મોર્નિંગ ન્યુઝ ફોકસ દ્વારા ઊંઝા શહેર અને તાલુકા ભાજપ પ્રમુખને લઈને ભાજપના એક દિગજજ નેતાને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે હવે જિલ્લા પ્રમુખોની વરણી થયા બાદ જ તાલુકા અને શહેર પ્રમુખ ની નિયુક્તિ કરવામાં આવશે. આમ ક્યાંક ને ક્યાંક હવે શહેર અને તાલુકા ભાજપ પ્રમુખની પસંદગીમાં જિલ્લા પ્રમુખ ની ભૂમિકા મહત્વની રહેશે તેવું માનવામાં આવી રહ્યું છે.
ધારાસભ્ય ની મનમાની ને લઇ કોકડું ગૂંચવાયા ની ચર્ચા
અત્રે નોંધનીય છે કે ઊંઝા શહેર પ્રમુખ માટે આવેલા નામો પૈકી ધારાસભ્ય પોતાના માનીતાને ગોઠવવાની વેતરણ માં હતા ત્યારે બીજી બાજુ ધારાસભ્યના આ માનીતા વ્યક્તિની પ્રોફાઈલ પ્રદેશના નેતાઓ સુધી પહોંચતા પ્રદેશના નેતાઓએ ધારાસભ્યની મનમાની ચલાવવાને બદલે પ્રમુખની નિમણુક પર ' થોભો અને રાહ જોવા ' ની બ્રેક લગાવી દીધી છે.