શિક્ષણમંત્રીના હોમ ટાઉનમાં સુરત DEO ની મજબૂરી કે રાજકીય પ્રેશર ? પ્રથમ સત્રાંત પરીક્ષા ના બોર્ડના આદેશનું ઉલ્લંઘન છતાં DEO ચુપ કેમ ?

શિક્ષણમંત્રીના હોમ ટાઉનમાં સુરત DEO ની મજબૂરી કે રાજકીય પ્રેશર ? પ્રથમ સત્રાંત પરીક્ષા ના બોર્ડના આદેશનું ઉલ્લંઘન છતાં DEO ચુપ કેમ ?

બોર્ડના સમયપત્રક મુજબ આગામી 3 ઓક્ટોબર થી શરૂ થનાર છે પ્રથમ સત્રાંત પરીક્ષા

કેટલીક ખાનગી શાળાઓએ પોતાની મરજી મુજબ શરૂ કરી દીધી છે પરીક્ષા

સુરત ડીઇઓને કરાઈ જાણ

ગાંધીનગર થી પણ તપાસ માટે મળી મૌખિક સૂચના

છતાં પણ ડીઇઓ હાથ પર હાથ દઈને બેસી રહ્યા છે

મીડિયા સામે ગોળ ગોળ જવાબ આપી પડદો પાડવાના કરાય છે પ્રયાસ

શિક્ષણમંત્રી ના હોમ ટાઉનમાં જ બોર્ડ ના આદેશના લીરા ઉડી રહ્યા છે !

મોર્નિંગ ન્યુઝ ફોક્સ (સુના સો ચુના ) : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે કરેલી જાહેરાત મુજબ, રાજ્યની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી,ગ્રાન્ટેડ, અને નોન ગ્રાન્ટેડ શાળાઓમાં આગામી 3 ઓક્ટોબર, 2025 થી પ્રથમ સત્રાંત પરીક્ષા શરૂ થશે.ત્યારે કેટલીક નોન ગ્રાન્ટેડ શાળાઓ બોર્ડ ના આદેશને ઘોળી ને પી ગઈ છે, છતાં બોર્ડ અને કહેવાતા શિક્ષણ મંત્રી આ શાળાઓ સામે જાણે ઘૂંટણિયે પડી રહ્યા હોય તેવો ઘાટ ઘડાયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરત માં આવેલી કેટલીક નોન ગ્રાન્ટેડ શાળાઓ દ્વારા મન ફાવે ત્યારે પોતાની અગવડતા મુજબ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના ગુજરાતી માધ્યમ માં પ્રથમ સત્રાંત પરીક્ષાઓ શરૂ કરી દેવાઈ છે.જેની જાણ શાળાઓ ના નામ સાથે સુરત જિલ્લા શિક્ષણાધિકારી ને પણ થયેલી છે.પરંતુ પોતાની જાતને સર્વોપરી માનતા જિલ્લા શિક્ષણાધિકારી આવી શાળાઓ સામે પગલાં ભરવામાં ઊણા ઉતર્યા છે.ત્યારે સવાલ એ થાય છે કે શું જિલ્લા શિક્ષણાધિકારી પર કોઈ રાજકીય પ્રેશર છે કે પછી સંબંધો ની મજબૂરી હશે ?