મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઊંઝા પૂર્વ નગરપાલિકા પ્રમુખ દીક્ષિતભાઈ પટેલને જન્મદિવસની શુભેચ્છા પાઠવી

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઊંઝા પૂર્વ નગરપાલિકા પ્રમુખ દીક્ષિતભાઈ પટેલને જન્મદિવસની શુભેચ્છા પાઠવી

મોર્નિંગ ન્યુઝ ફોકસ : ઊંઝા નગરપાલિકામાં પ્રમુખ તરીકેનો પદભાર સંભાળનાર પૂર્વપાલિકા પ્રમુખ દીક્ષિત ભાઈ પટેલ નો આજે જન્મદિવસ છે. ત્યારે તેમને તેમના શુભેચ્છકો દ્વારા જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.

અનેક શુભેચ્છકોની વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પણ પત્ર તેમજ ટેલીફોનિક રીતે પૂર્વ પાલિકા પ્રમુખ દીક્ષિત ભાઈ પટેલને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.

અત્રે નોંધનીય છે કે દીક્ષિત ભાઈ પટેલે ઊંઝા નગરપાલિકામાં માત્ર 16 અઠવાડિયા જેટલા સમયગાળા માટે પ્રમુખ પદનો કાર્યભાર સંભાળ્યો હતો અને આ ટૂંકા સમયગાળામાં તેમણે નગરના વિકાસ માટે 16 જેટલા મહત્વના નિર્ણયો લીધા હતા. જેની માત્ર પ્રદેશ કક્ષાએ જ નહીં પરંતુ મુખ્યમંત્રી કક્ષાએ પણ નોંધ લેવામાં આવી હતી. દીક્ષિત ભાઈ પટેલ સ્વચ્છ છબી ધરાવનાર લોકપ્રિય નેતા છે.

કુશળ વહીવટ કર્તા તેમજ પારદર્શક સ્વચ્છ છબી ધરાવનાર પ્રખર ભાજપ નેતા એવા પૂર્વ પાલિકા પ્રમુખ દીક્ષિતભાઈ પટેલને મોર્નિંગ ન્યુઝ ફોકસ વતી જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ...