મોર્નિંગ ન્યુઝ ફોકસ,ઊંઝા : હાલમાં કોરોના વૈશ્વિક મહામારી ચાલી રહી છે ત્યારે માત્ર માસ્ક અને સોશિયલ distance તેમજ સેનેટાઈઝર જ ઉત્તમ ઉપાય છે. આ ઉપરાંત આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે ઉકાળા સહિતની આયુર્વેદિક ઉપચાર પદ્ધતિઓ પણ કોરોના સામે લડવામાં ખૂબ જ રક્ષણ આપે છે.
ત્યારે ઊંઝા રોટરી ક્લબ દ્વારા સરદાર ચોક પાસે પાણીની પરબ નજીક વિનામૂલ્યે ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. નગરજનોને કોરોના સામેની લડાઈમાં મજબૂત બનાવવા અને ઈમ્યુનિટી પાવર વધારવા માટે ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. રોટરી ક્લબ ઊંઝાનું આ કાર્ય ખૂબ જ પ્રશંસનીય રહ્યું હતું.
રોટરી ક્લબ ઊંઝા દ્વારા અવારનવાર સામાજિક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવતી હોય છે ત્યારે રોટરી ક્લબ દ્વારા વિનામૂલ્યે ગરમ ઉકાળાનું વિતરણ કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં નગરજનો એ આયુર્વેદિક ઉપચાર નો લાભ લીધો હતો. આયુર્વેદમાં સૂચવ્યા પ્રમાણે ગરમ ઉકાળાથી ઈમ્યુનિટી પાવર માં સતત વધારો થાય છે તેમજ વાઇરસ થી ફેલાતી બીમારીઓ સામે રક્ષણ આપે છે.