Smartphoneની આદત છોડવામાં મદદ કરશે PM Modiની ટિપ્સ.

Smartphoneની આદત છોડવામાં મદદ કરશે PM Modiની ટિપ્સ.

Mnf network:  આ કાર્યક્રમ નવી દિલ્હીમાં સ્થિત ભારત મંડપમમાં આયોજિત થયો હતો. જેમાં કુલ 3000 વિદ્યાર્થીઓ સામેલ થયા હતા. આ વિદ્યાર્થીઓ આ વર્ષે બોર્ડની પરીક્ષા આપવાના છે.

આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીજીએ સ્માર્ટ ફોન સહિત ઘણા ગેજેટ્સ અંગે ચર્ચા પણ કરી હતી. જેમાં તેમણે વિદ્યાર્થીઓને કહ્યું કે દરેક વ્યક્તિએ પોતાના ઘરને No Gadget Zone બનાવવો જોઈએ. સાથે જ પોતાનો પાસવર્ડ પણ પરિવારના વ્યક્તિઓને કહી રાખવો જોઈએ.

1. પીએમ મોદીએ કહ્યું કે સ્માર્ટફોન પર ભલે ગમે તેટલું સારું કન્ટેન્ટ કેમ ન હોય, પરંતુ તેનો ઉપયોગ કરવાનો કે પછી જોવાનો એક યોગ્ય અને નિશ્ચિત સમય નક્કી કરવો જોઈએ.

2. સ્માર્ટફોન માહિતી મેળવવા માટેનો એક સ્રોત છે, પરંતુ તેનો ઉપયોગ ક્યારે અને કેટલો કરવો તે આપણા હાથમાં છે.

3. દરેક વ્યક્તિએ પોતાના ઘરની એક જગ્યાને નો ગેજટ ઝોન બનાવવું જોઈએ, જ્યાં ઘરના કોઈ પણ સભ્યો કોઈ પ્રકારના ગેજેટ્સ ન રાખે અને ત્યાં બેસીને પરિવારના બધા જ સભ્યો એકબીજા સાથે વાતચીત કરે.

4. દરેક ઘરમાં સ્માર્ટફોન યુઝ કરવાના કેટલાક નિયમો હોવા જરૂરી છે. જેમ કે જમતા સમયે ઘરમાં મોબાઈલ અથવા અન્ય કોઈ ગેજેટનો ઉપયોગ ન કરવો જોઈએ. જમતા સમયે પરિવારના બધા જ સભ્યોએ સાથે બેસીને વાત કરવી જોઈએ.

5. ઘરના દરેક શભ્યોને એક બીજાના ફોન અથવા બીજા ગેજેટનો પાસવર્ડ ખબર હોવી જોઈએ. તેનાથી પરિવારમાં ટ્રાન્સપરન્સી વધે છે. ટેક્નોલોજીને ભાર ન સમજવો જોઈએ, તેનાથી બચી ન શકાય. પરંતુ તેનો યોગ્ય ઉપયોગ કરવાનું શીખવું જોઈએ.

6. સ્માર્ટફોનની આદત છોડવા માટે વિદ્યાર્થીઓ પોતાનો સ્ક્રીન ટાઈમ ચેક કરનારી એપ્સની પણ મદદ લઈ શકે છે. ગૂગલ પ્લે સ્ટોર પર આવી ઘણી એપ્સ છે, જે તમને વધારે સ્ક્રીન ટાઈમ થવા પર નોટિફિકેશન આપે છે.